ગૌરવ દવે/રાજકોટ : શહેરનાં કરણપરા વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી. બાઇક પર આવેલા પાંચ જેટલા શખ્સોએ તલવાર, ઘારીયા સહિતનાં હથિયારો સાથે ધોળે દિવસે આંતક મચાવ્યો હતો. બે ફોર વ્હિલ કાર, પાનની દુકાન અને રાજેશ્રી સિનેમા પાસે આવેલી ચાની કિટલી પર તોડફોડ કરી હતી. તોડફોડ થયાની માહિતી પોલીસને મળતા એ-ડિવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અસામાજિક ત્તત્વોએ તોડફોડ કરતા દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. પોલીસે આસપાસનાં સીસીટીવી કબજે કરતા ચાર થી પાંચ જેટલા શખ્સો ઘાતકી હથિયારો સાથે તોડફોડ કરતા જોવા મળ્યા હતા. જેને આધારે એ - ડિવીઝન પોલીસ સ્ટેસને ચાર શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના ભુવાજી: ધારાસભ્યને મતદારે સ્વપ્નમાં આવીને કહ્યું મારૂ મરણ થવાનું છે તમે આવીને મળી જાઓ


કરણપરા વિસ્તારમાં થયેલી બબાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ભરત ગમારા અને રણજીત ચાવડિયા વચ્ચે સાત વર્ષ થી બબાલ ચાલી રહી છે. ૭ વર્ષ પહેલા થયેલી બબાલની અદાવતને કારણે ગત રવિવારનાં પણ બન્ને જૂથ વચ્ચે માથાકુટ થઇ હતી. જોકે સમાધાન થયું હતું. ફરી એક વખત આજે રણજીત ચાવડીયાના સાગરીતોએ આજે બબાલમાં બે વાહનો, એક પાનનો ગલ્લો, ચા નો ગલ્લો અને ઓફિસમાં તોડફોડ કરી હતી. ઇજાગ્રસ્તોનું કહેવું છે કે, બાઇક પર આવેલા શખ્સોએ તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ચાની કિટલી પર કામ કરતા બે શખ્સોને પણ માર માર્યો હતો.


ઉતરાયણનાં દિવસે ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો માત્ર વ્હોટ્સએપ કરજો, સીધી લાલ લાઇટ વાળી ગાડી આવી જશે


હાલ તો પોલીસે ચાર શખ્સોને રાઉન્ડ અપ કરીને પુછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સાત વર્ષ પહેલા થયેલી બબાલનો ખાર રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સીસીટીવી આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે અને ફરાર થયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત સમગ્ર મામલે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા માટેનો દમ પણ ભર્યો છે. જો કે પોલીસની બીક હવે અસામાજિક તત્વોમાં પ્રસ્થાપિત થાય તે ખુબ જ જરૂરી બન્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube