ચેતન પટેલ/સુરત :સુરતમાં લાંબા સમયથી ઓએલએકસ પર ઈલેકટ્રોનિક સામાન ખરીદી બાદમાં ઓલનાઇન પેમેન્ટ ટ્રાન્સફરની બોગસ રસીદ બતાવી છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તેણે ત્રણ ગુનાઓની કબૂલાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pics : આઝાદીના 7 દાયકા બાદ પણ ગુજરાતનું આ ગામ તરસ્યું, બાળકો પણ માથે માટલા ઉંચકવા મજબૂર


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની સાઇબર ક્રાઇમ પોલીસની પકડમાં આવેલ આ આરોપીનું નામે છે અભિષેક નદવાની. આ યુવકના કારનામા સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આ યુવક પોતાનું ખોટું નામ રોહન ખન્ના ધારણ કરી શહેરના અલગ અલગ ઈલેક્ટોનિકના શોરૂમ પર જઈને એસી, ટીવી, વોશિંગ મશીન જેવી વસ્તુ ખરીદી કરી પોતાના ખોટા નામે બિલ બનાવતો. બાદમાં દુકાનદાર પાસેથી એકાઉન્ટ નંબર લઈને એકાઉન્ટમાં ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હોવાની રસીદ બતાવી છેતરપિંડી કરતો હતો. જોકે આવી ઘટના સતત શહેરમાં બનતી હતી. ત્યારે આ મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા આ આરોપીને પકડવા વોચ ગોઠવવામાં આવી હતી. કારણ કે, આ યુવક સામાનની ખરીદી કર્યા બાદ તેને બજારમાં સસ્તા ભાવે વેચીને રોકડી કરી લેતો હતો. જોકે પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથે 3 લાખની કિંમતના એસી, ટીવી, વોશિંગ મશીન અને આઈફોન-આઈફોનની વોચ કબજે કરી છે. 


વલસાડ : પિતાએ એન્જિનિયરિંગ ભણાવવા દીકરીને બેંગલોર મોકલી હતી, રહસ્યમયી સંજોગોમાં થઈ હત્યા


પકડાયેલ યુવક સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 2 ગુના, જ્યારે કે કતારગામ પોલીસ મથકે 1 ગુનો નોંધાયો છે. આરોપીની પૂછપરછમાં આરોપીએ OLX પરથી આઈફોન અને એપલ વોચ ખરીદી કરી, અને આજ પ્રમાણેની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે તેણે ભૂતકાળમાં અન્ય ક્યાં ક્યાં છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.