બાળકોને રોકડા રૂપિયા આપતાં પહેલાં 100 વાર વિચારજો, સુરતમાં એવું થયું કે વાલીને પરસેવો વળી ગયો
માતા-પિતા નાનું બાળક રૂપિયા માંગે ત્યારે સિક્કો આપી દેતા હોય છે. પરંતુ આ ભુલ ક્યારેક માતાપિતાને ભારે પડતી હોય છે. સુરતમાં એક એવી ઘટના બની કે માતા પિતાનો જીવ અધ્ધર થઈ ગયો હતો.
સુરતઃ સુરતમાં માતા પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉન પાટિયા વિસ્તારમાં રહેતા 6 વર્ષીય બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. જેને લઈને માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. બાળકને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સુરતના ઉન વિસ્તારમાં 6 વર્ષીય અરહાન અમીન બગડિયા ઘરેથી બિસ્કીટ લેવા માટે દુકાને જઈ રહ્યો હતો. તે દરમિયાન 5 રૂપિયાનો સિક્કો બાળકે સિક્કો મોઢામાં મૂક્યો અને ગણતરીની સેકેન્ડમાં સિક્કો ગળામાં ફસાઇ ગયો હતો. સિક્કો ગળી જતા બાળકને અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો હતો. જેથી બાળક દોડીને ઘરે પહોચ્યો હતો અને દુ:ખાવા અંગેની જાણ પરિવારજનોને કરી હતી. બાદમાં અરહાન સિક્કો ગળી ગયો હોવાની જાણ થતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ દોડ્યા હતા.
અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ : સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube