નરેશ ભાલિયા/જેતપુર : માર્કેટીંગ યાર્ડ એટલે ખેડૂતોની જણસી વેચવા માટેનું સ્થળ માનવામાં આવે છે. અહીં ખેડૂતો માટે પૂરતી સગવડતા આપવામાં આવે છે, પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અહીં યાર્ડ વેપારીઓ માટે બનાવ્યું હોય તેવું લાગે છે, કારણ કે અહીં ખેડૂતોની જણસી રાખવા અને વેચાણ માટે જે ઉતારવામાં આવે છે. આ શેડમાં વેપારીઓએ પોતાની ખરીદેલ જણસી રાખીને વેપારીઓએ કબ્જો કરી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈબ્રન્ટમાં વ્યસ્ત ગુજરાત સરકાર આ ગામમાં શાળા બનાવવાનુ જ ભૂલી ગઈ, ઋષિમુનીઓની જેમ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકો


જેના કારણે ખેડૂતોને તેની જણસ યાર્ડના ખુલ્લા મેદાન અને રોડ ઉપર ઉતારવાની ફરજ પડી રહી છે. જેતપુરમાં 5 થી 6 જેટલા શેડ બનાવવામાં આવ્યા છે. જેમાં મગફળી કપાસ ધાણા અને ઘઉં જેવી જણસીઓ રાખવામાં આવે છે, પરંતુ હાલ યાર્ડના તમામ શેડમાં અલગ અલગ જણસો પડેલી દેખાય છે. જેમાં 3 નંબરના શેડ, 4 નંબરના શેડમાં ધાણા ડુંગળી, ઘઉંનો જથ્થો પડ્યો રહે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અહીં આ શેડમાં છેલ્લા 2 થી 3 મહિનાઓથી માલ જેમનો તેમ પડેલો છે. 


દેવ પગલીના ‘ચાંદવાલા મુખડા’ એ તોડ્યા તમામ રેકોર્ડ, બોલિવુડના બાદશાહને પણ પછાડી દીધા


સામાન્ય રીતે વેપારીઓએ તેવોએ ખરીદેલ માલ કે જણસ 7 થી 8 દિવસમાં યાર્ડમાંથી લઈને વેપારી ગોડાઉનમાં ખસેડી લેવાની હોય છે. અહી તો પરંતુ વેપારીઓએ ખરીદેલ તેવોની જણસી અહીંથી તેના ગોડાઉનમાં લઈ જતા નથી, અને એવું લાગી રહ્યું છે કે વેપારીઓ યાર્ડના શેડને ગોડાઉન તરીકે વાપરી રહ્યા છે. જયારે આ બાબતે યાર્ડના સતાધારીને પૂછતાં તેવો રાજકીય જવાબ આપતા કહેલ કે તેઓએ વેપારીઓને આ જણસી શૅડમાંથી લઈ લેવાની સૂચના આપી દીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube