અનોખી એપ જેમાં ખેડૂતો પાસેથી સીધો જ ખરીદી શકાશે કોઇ પણ પ્રોડક્ટ, વચેટિયાની હવે ખેર નથી
હાલનાં સમયમાં ખેડૂતોને પોતાનાં પાકનાં પોષણક્ષણ ભાવ મળી નથી રહ્યા. તો બીજી તરફ ગ્રાહકોને ખુબ જ ઉંચા ભાવે કોઇ પણ પેદાશ ખરીદવી પડી રહી છે. જેના કારણે ખેડૂત વધારેને વધારે ગરીબ બનતો જઇ રહ્યો છે અથવા તો ખેતી છોડવા માટે મજબુર બન્યો છે. તો બીજી તરફ ગ્રાહકોને પણ ખેત પેદાશો ખુબ જ મોંઘા ભાવે ખરીદવી પડે છે.
હિતલ પારેખ / ગાંધીનગર : હાલનાં સમયમાં ખેડૂતોને પોતાનાં પાકનાં પોષણક્ષણ ભાવ મળી નથી રહ્યા. તો બીજી તરફ ગ્રાહકોને ખુબ જ ઉંચા ભાવે કોઇ પણ પેદાશ ખરીદવી પડી રહી છે. જેના કારણે ખેડૂત વધારેને વધારે ગરીબ બનતો જઇ રહ્યો છે અથવા તો ખેતી છોડવા માટે મજબુર બન્યો છે. તો બીજી તરફ ગ્રાહકોને પણ ખેત પેદાશો ખુબ જ મોંઘા ભાવે ખરીદવી પડે છે.
ટિકટોક સ્ટાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરજ પર હાજર, ફેન્સને આપ્યો ખાસ સંદેશ
જેનું મુખ્ય કારણ માત્ર અને માત્ર વચેટિયા વેપારીઓને માનવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા પણ આનો ઉપાય શોધવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગાંધીનગરમાં એક અનોખી ડિજિટલ એપ ચાલુ કરવામાં આવી છે. જેના થકી કોઇ પણ ખેત પેદાશ જેવી કે શાકભાજી કે અનાજ સહિતની સીધી જ વસ્તું તમે એપ દ્વારા ઓર્ડર કરી શકો છો. આટલું જ નહી આ તમામ વસ્તું તમારા ઘરે હોમ ડિલિવરી થઇ જશે.
રાજ્યમાં આંશિક છુટછાટ અપાઇ ત્યાં પોલીસનું માનવીય વલણ, પણ કર્ફ્યુંનું કડક પાલન કરાશે
સૌથી મહત્વની બાબત છે કે, આ એપ થકી કોઇ વચેટિયાઓ વચ્ચે નહી આવે જેના કારણે ગ્રાહકોને સસ્તામાં અનાજ મળશે. આ ઉપરાંત ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળશે. જેથી ખેડૂતો પણ ખેતી તરફ વળશે આ ઉપરાંત ગ્રાહકોને પણ સારી વસ્તુ મળશે અને સારી કિંમતે મળશે. વચેટિયાઓનું દૂષણ ડામી શકાશે. ડિજીટલ એગ્રો મીડિયા નામની આ એપ હાલ લોકડાઉનનાં સમયમાં વધારે ઉપયોગી બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube