મુસ્તાક દલ, જામનગર: ઓળખાતા જામનગરમાં આજે શ્રાવણ માસના પ્રારંભે તમામ શિવાલયો હર હર મહાદેવના નાજ થી ગુજી ઊઠ્યા છે. સમગ્ર જામનગર સહિત હાલાર પંથક ભગવાન ભોળેનાથની ભક્તિમાં લીન થયું હોય તે પ્રકારનો માહોલ આજ સવારથી જ જામનગર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર શિવાલયોમાં જોવા મળી રહ્યો છે. શહેરમાં આજે વહેલી સવારથી કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં ઐતિહાસિક અને પૌરાણિક સહિતના નાના-મોટા હજારોની સંખ્યામાં ભગવાન શિવના મંદિરો આવેલા છે જેથી જામનગરને છોટી કાશીનું બિરુદ પણ મળ્યું છે. છોટી કાશી જામનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ માસના પ્રારંભથી જ સમગ્ર હાલાર પંથકમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામનગર શહેરના ઐતિહાસિક અને પૌરાણિક એવા સિધ્ધનાથ મહાદેવ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભગવાન ભોલેનાથને રિઝવવા સવારથી જ ભક્તોએ કતારો લગાવી હતી. 

આજથી શ્રાવણ માસની શરૂઆત, વહેલી સવારથી જ શિવાલયોમાં જામી ભક્તોની ભીડ


ભક્તો દ્વારા દૂધ, જળાભિષેક અને બીલીપત્ર વડે ભગવાન શિવની પૂજા કરી અને ભોલેનાથને રિઝવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આજે શ્રાવણ માસના પ્રારંભથી જ છોટી કાશી જામનગરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube