ચેતન પટેલ/સુરત: મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર બીએસઇ બોન્ડ બહાર પાડવામા આવ્યા છે. મનપા દ્વારા પાડવામા આવેલા 200 કરોડના બોન્ડમા પ્રથમ મિનિટની અંદર જ ભરાય જતા અધિકારીઓમા ખુશીની લહેર જોવા મળી હતી. રાજયની તમામ મહાનગરપાલિકા પૈકીની સુરત મનપા સૌથી ધનાઢય માનવામા આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે સૌ પ્રથમવાર મનપા દ્વારા વિવિધ પ્રોજેકટો પાર પાડવા તથા ડેવલપમેન્ટ કરવા માટે એક અગ્રીમ અને ઉત્તમ પગલું ભર્યુ છે. જેમા મનપા આજરોજ બોન્ડ બહાર પાડવામા આવ્યા હતા. બીએસઇમા સુરત મહાનગરપાલિકાના રૂપિયા 200 કરોડના બોન્ડ આજે મુકવામા આવ્યા હતા. મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા 200 કરોડના બોન્ડ માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 


બોન્ડ બહાર પાડ્યાના માત્ર પ્રથમ મીનીટની અંદર જ 200 કરોડના બોન્ડ ભરાઇ ગયા હતા, સાથે જ 200 કરોડના બોન્ડ સામે અધધ 1135 કરોડનું બીડીંગ થયું હતું. રોકાણકારોના બોન્ડને લઇ અકલ્પનિય પ્રતિસાદને જોઇ પાલિકા ભવિષ્યમાં અન્ય પ્રોજેક્ટ માટે પણ બોન્ડ બહાર પાડી શકે એવી શક્યતા જણાઇ રહી છે. રોકાણકારોને ઓછામાં ઓછું 8.68 ટકા વાર્ષિક વ્યાજ સુરત મહાનગર પાલિકા ચુકવશે.


પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉઠાવ્યો, સ્થાનિકો બોલ્યા રામ બોલો ભાઇ રામ


મેયર ડો.જગદિશભાઇ, મ્યુનિસિપલ કમિશનર એમ.થૈનારાસન, બીએસઇ અધિકારીની હાજરીમા આજે બીએસઇ ઘંટ વગાડીને આજે સુરત મહાનગર પાલિકાના બોન્ડ ઇશ્યુ કરવામા આવ્યા હતા. જે રીતે એક જ મિનિટમા અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો હતો તેને કારણે અધિકારીઓમા પણ ખુશીની લહેર જોવા મળી હતી.



બોન્ડથી થયેલ આવકનો ઉપયોગ ડ્રેનેજ લાઇન તેમજ અન્ય ડેવલપમેન્ટના ખર્ચમા કરવામાં આવશે. આ ઉપરાત  ભવિષ્યમા જરુર પડશે તો સુરત મહાનગરપાલિકા દ્વારા વધુ બોન્ડ બહાર પાડવામા આવશે તેવી આશા મ્યુનિસિપલ કમિશ્નરે વ્યકત કરી હતી. હવે જોવાનુ એ રહ્યુ કે સુરત મહાનગરપાલિકાના ઇશ્યુ કરેલા બોન્ડને કેટલો સારો પ્રતિસાદ મળે છે તેમજ આવનારા સમયમા બીજા કેટલા કરોડના બોન્ડ બહાર પાડે છે.