રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના કમાટીબાગમાં 70 વર્ષ જૂની ટ્રેન અધિકારી અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે બંધ થઈ છે. તહેવારો કે અન્ય દિવસોમાં કમાટીબાગમાં મજા માણવા આવતાં સહેલાણીઓ હવે જોય ટ્રેનનો આનંદ માની શકશે નહીં. કેમ જોય ટ્રેન બંધ કરવી પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના કમાટીબાગમાં રોજ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી સહેલાણીઓ આવતા હોય છે. વેકેશન દરમિયાન કે તહેવાર સમયે સ્કૂલના બાળકોને પણ પ્રવાસ માટે કમાટીબાગમાં લાવવામાં આવતા હોય છે. ત્યારે તેવો જોય ટ્રેનની મજા અચૂક માને છે. પણ જોય ટ્રેનના કોન્ટ્રાકટર અને પાલિકાના અધિકારીની બેદરકારીથી સહેલાણીઓની મજા બગડી છે. કોન્ટ્રાકટર ખોડલ કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષથી થર્ડ પાર્ટી વીમો જ નથી લીધા હોવાનું સામે આવ્યું છે.


અતિવૃષ્ટિના કારણે જગતના તાત બેહાલ, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન


આ સાથે જ પાલિકાના કરાર મુજબ 70 લાખ રૂપિયા હજી સુધી જમા કરાવ્યા નથી. જેને લઇ પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગે કોન્ટ્રાકટરને નોટિસ પાઠવી તાત્કાલિક જોય ટ્રેન બંધ કરાવી છે. પાલિકાએ કોન્ટ્રાકટરને થર્ડ પાર્ટી વીમો લેવા અને કરાર મુજબ 70 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો છે. આ બંને શરતો પૂરી થશે બાદમાં જ જોય ટ્રેન શરૂ કરવાની પાલિકા મંજૂરી આપશે. મહત્વની વાત છે કે કોન્ટ્રાક્ટરે કોરોના સમયમાં જે રકમ ચૂકવવાની થતી હોય છે તેમાં રાહત આપવાની માંગ કરી છે.


તુષાર પોતાના મોજ માટે યુનિવર્સિટી બહાર કરતો આ કામ, જે જોઈ વિદ્યાર્થીનીઓ પણ ડઘાઈ જતી


કમાટીબાગમાં અગાઉ પણ રાઇડ્સ તૂટી જવાની ઘટના બની છે, જેમાં કોન્ટ્રાકટર ખોડલ કોર્પોરેશન જ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું, જેમાં અગાઉ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. કોંગ્રેસના પાલિકાના નેતા અમીબેન રાવતે કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનો ભંગ કર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ટેન્ડર રદ કરવાની માંગ કરી છે. તેમજ પાલિકા પોતે જોય ટ્રેન શરૂ કરી તેવી પણ માંગ કરી છે.


દીપડા, સિંહ તો ઠીક હવે મગર પણ રસ્તા પર લટાર મારવા નીકળી પડ્યા, જુઓ વીડિયો


મહત્વની વાત છે કે કમાટીબાગમાં રોજ મોટી સંખ્યામાં લોકો જોય ટ્રેનમા બેસી 20 મિનિટમાં આખા બાગની મજા માણી લેતા હતા, પણ કોન્ટ્રાકટરના બેદરકારીના કારણે બાળકોની મજા પર નજર લાગી છે. ત્યારે હવે જોય ટ્રેન ક્યારે ફરી શરૂ થશે તે સવાલ ઉઠવા પામ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube