હાર્દિક જોષી/રાજકોટ: ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ગામની વતની અર્ચના નાઘેરાએ આગામી 4 નવેમ્બરથી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધીત્વ કરવાની છે. જુડૉ કોમનવેલ્થ ચેમ્પિયનશીપ 4 નવેમ્બેર 2018માં જયપુરમાં યોજાશે. ભારતીય જુડો ટીમની પસંદગી અર્થે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભોપાલ મુકામે જૂડો ઓપન સિલેક્શન 22 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી રાખાયું હતું. જેમા રાજકોટની ખેલાડી અર્ચના નાથાભાઇ નાઘેરાએ 32 કિલ્લો વર્ગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને કોમનવેલ્થ જૂડો ચેમ્પિયનશીપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જો કે અહી સુધી પહોંચવામાં કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે વિશ્વના અલગ અલગ 50થી વધુ દેશો ભાગ લેવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડગ મન અને મહેનતથી કોમનવેલ્થમાં મળ્યું સ્થાન
અર્ચનાને પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન સહિતના દેશના ખેલાડીઓ સામે રમવાનું થશે. અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ ઉક્તીને સાચા અર્થમાં ચરીતાર્થ અર્ચના નાધેરાએ કરી છે. કોમનવેલ્થ સુધીની સફર અર્ચના માટે આસાન નહોતી. આ સફર દરમિયાન અનેક મુશ્કેલીઓ આવી જો કે અર્ચનાએ આ મુશ્કેલીઓ સામે હાર ન માની. અર્ચના માટે મોટી મુશ્કેલી તેમની આર્થિક પરસ્થિતી હતી. આ ખેલાડી પાસે જૂડોનો સ્ટાન્ડર્ડ કક્ષાનો ડ્રેસ ખરીદવાના રૂપિયા પણ ન હતા. જો કે આ સમયે સરકારની એક યોજનાની મદદથી તેમણે પોતાનો ડ્રેસ ખરીદ્યો હતો.


[[{"fid":"184284","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"archna-Naghera","field_file_image_title_text[und][0][value]":"archna-Naghera"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"archna-Naghera","field_file_image_title_text[und][0][value]":"archna-Naghera"}},"link_text":false,"attributes":{"alt":"archna-Naghera","title":"archna-Naghera","class":"media-element file-default","data-delta":"1"}}]] 


કિંલીંગ પાવર જ અર્ચનાની ખાસીયત 
અર્ચના અંગે તેમના કોચે જણાવ્યું હતું કે તેમની ખાસ વિશેષતા એ છે કે, એમની અંદર કિલીંગ પાવર જોરદાર છે. તે ક્યારેય પણ થાકતી નથી. તહેવારોમાં ઘરે જવાના બદલે તે હોસ્ટેલમાં રહીને જ વધારે પ્રેક્ટિસ કરતી હતી. અર્ચના સાથેની ટ્રેનિંગ સમય અંગે વાત કરતા તેમના કોચે એક પ્રસંગની વાત કરતા જણાવ્યું હતું કે તેમનું નેશનલ લેવલ તેમનું સીલેકેશન હતું ત્યારે તેમની ફાઈટ હરીફ ખેલાડી સાથે 15 મિનિટ સુધી ચાલી હતી. અંતે તેણે જીત મેળવી હતી. આટલી લાંબી ફાઈટ પછી તેમનો જુસ્સો ચરમ સીમાએ હતો. આ રમત પૂર્ણ થયા પછી તેણે આરામ કરવાના બદલે તેમની સાથી ખેલાડીને ચીઅરપ કરવા પહોંચી ગઈ હતી. આ જોઈ ઉપસ્થિત સૌ કોઈ જોતો રહી ગયા હતા. કોચે અર્ચના સિલેકેશન જણાવ્યું કે, હવે મારી જવાબદારી ઘણી વધી ગઈ છે. ખાસ ડાયટ પ્લાન કરવામાં આવશે. તેમજ વિશ્વના અલગ અલગ ખેલાડીઓની ક્ષમતાને ધ્યાને રાખીને ટ્રેનિંગ આપવામાં આવશે. દરેક ફાઈટ માટે ખાસ રણનીતિ પણ બનવવામાં આવશે.


ખેલમહા કુંભ સહિત અનેક રમતમાં મેળ્યા મેડલ 
અર્ચનાને સૌ્પ્રથમ સફળતા ખેલમહા કુંભમાં મળી હતી, 2016માં આયોજીત ખેલમહા કુંભમાં તે રાજ્યકક્ષા સુધી પહોંચી હતી અને સીલ્વર મેડલ મેળવ્યો હતો. આ સમયે સૌપ્રથમ વખત તેમના ગામના લોકોએ તેમની તાકાતનો પરિચય થયો હતો. અર્ચનાએ 2017માં આયોજીત નેશનલ લેવલની સ્કૂલ ગેમ્સમાં ભાગ લીધો હતો જેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ વર્ષે સબજુનીયર ફેડરેશન અંતર્ગત રમાયેલી રમતમાં અર્ચનાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેણે ભોપાલ ખાતે કોમનવેલ્થની પંસદગી માટે આયોજીત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી કોમન વેલ્થમાં પસંદગી પામી અને આમ 2016થી તેમની ખેલ કાર્કિદી શરૂ થઈ હતી. અર્ચનાની સાથે રમનાર અને દરેક સમયે તેમની સાથે રહેનાર તેમની સાથી ખેલાડીએ જણાવ્યું હતું કે, અર્ચના બહુ સારી ખેલાડી છે. અને તે ઓલમ્પિકમાં મેડલ લઈ દેશનું ગૌરવ બનશે એવી આશા વ્યક્ત કરી હતી.