અજય શીલુ/પોરબંદર: રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી અને બાગયતી ખેતીને(Organic Farming) પ્રોત્સાહીત કરવા અનેક યોજનાઓ બહાર પાડી છે. આ ખેતી દ્વારા ઉત્પાદીત વસ્તુઓ લોકોને નિરોગી રાખતી હોવાથી ખેડૂતો(Farmer) આ ખેતી તરફ વળે તેવુ રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. ત્યારે પોરબંદર(Porbandar)ના કુતિયાણા તાલુકાના ભોગસર ગામના યુવા ખેડુત અર્જુન ભોગેસરા છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી(Organic farming) કરીને મબલખ પાકનુ ઉત્પાદન કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ દુનિયામાં ધીમે-ધીમે રાસાયણીક ખેતીને ઝાકારો આપવામાં આવી રહ્યો છે કારણ કે,આ રાસયણીક દવાઓ વડે ઉત્પાદીત થતી પેદાશો ખાવાથી લાંબાગાળે લોકોના આરોગ્યને નુકસાન કરતા છે. રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા સજીવ ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહન મળી રહે અને ખેડુતો સજીવ ખેતી કરીને પોતાનુ તેમજ તેમના દ્વારા ઉત્પાદીત થતી વસ્તુઓને આરોગતા લોકોનું આરોગ્ય સારુ રાખવા આજે આ સજીવ ખેતી જરુરી બની છે.


સુરત: લુખ્ખા તત્વોએ જાહેરમાં ‘તલવાર વડે કેક કાપી’ જન્મ દિવસની કરી ઉજવણી


પોરબંદરના ભોગસર ગામે રહેતા અર્જુન ભોગેસરા દ્વારા છેલ્લા 5 વર્ષોથી સજીવ ખેતી કરવામાં આવી રહી છે. તેઓએ કોઈપણ જાતની રાસયણીક દવાનો ઉપયોગ કર્યા વગર જ 5 વિઘા જમીનમા ગવાર,તુરીયા,રીંગણા સહીતના પાકોનુ વાવેતર કરવામા આવ્યુ હતુ. આ શાકભાજીના પાકોનુ મબલખ ઉત્પાદન થતા 4 લાખ જેવી આવક પણ થઈ છે. સજીવ ખેતી કરતા અર્જુનભાઈએ એવુ જણાવ્યુ હતુ કે,તેઓને સરકાર દ્વારા અને ખેતી વિભાગ દ્વારા સજીવ ખેતી કરવા માટે કોઈ પ્રોત્સાહન મળતુ નથી. અને સજીવ ખેતી માટેના પ્રમાણપત્ર લેવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. અર્જુનભાઈ ખુદ પોતે જ દેશી ખાતર બનાવી મબલખ પાકનું ઉત્પાદન કરી રહ્યા છે.


લાચાર ચોર!! વતન જવા માટે ટિકીટના રૂપિયા ન હોવાથી યુવકે સુરતના કારખાનામાં ચોરી કરી


સજીવ ખેતી કરીને મબલખ પાકનુ ઉત્પાદન કરી રહેલ આ ખેડુત અન્ય ખેડુતો માટે પણ પ્રેરણારુપ છે. આ ગામના સરપંચે પણ આ ખેડુતને બિરદાવ્યા હતા અને જણાવ્યુ હતુ કે, આજે તમામ ખેડુતોએ સજીવ ખેતી તરફ વળવાની જરૂર છે કારણ કે આરોગ્ય માટે આ ખૂબજ સારી ખેતી છે. અને રાજ્ય સરકારે પણ આવા ખેડુતોને પ્રોત્સાહન આપવુ જોઈએ અને ઓર્ગેનીક સર્ટીફેકેટ આપે તે ખુબ જરૂરી છે. સજીવ ખેતી કરીને મબલખ પાકનુ ઉત્પાદન કરતા ખેડુત ભાઈઓ પણ સજીવ ખેતી કરીને દેશને બર્બાદ થતો અટકાવવા અને સમૃદ્ધ થવા માટે આ સજીવ ખેતી મદદરુપ થઈ શકે તેમ છે.


સુરત : શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે ફ્રોડ કેસમાં ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું


પોરબંદરના નાનકડા એવા ભોગસર ગામમાં છેલ્લા 5 વર્ષથી સજીવ ખેતી કરીને મબલખ પાકનુ ઉત્પાદીત કરતા ખેડુતને અનેક સીલ્ડો તેમજ પ્રમાણપત્રો સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે, સરકાર સજીવ ખેતી કરતા ખેડુતોને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રયાસો કરે તેમજ ઓર્ગેનીક ખેતી માટે આપવામાં આવતા પ્રમાણપત્રોની કાર્યવાહી સરળ કરીને ખેડુતોને આપવામાં આવે તેમજ યોગ્ય બજારભાવ પણ મળી રહે તે જરૂરી છે.


જુઓ LIVE TV :