તાપી: જિલ્લાના વ્યારા તાલુકાના નાનકડા ગામના ખેડૂત ઘ્વારા બ્લેક રાઈસનું સફળ રોપણ કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અતિ ગુણકારી એવા કાળા ચોખાની ખેતી કરી રહેલ ખેડૂતોની માંગ છે કે, તેમને આ માટે સરકાર દ્વારા વિશેષ બજાર મળી રહે. જેને લઈ તેમને સારી આવક મળી રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતના ખેડૂતો અલગ અલગ પ્રકારના ડાંગરની ખેતી કરતા આવ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખૂટાડીયા ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા ખેડૂત અજયભાઈ ગામીતે આ વખતે 1 વિઘામાં બ્લેક રાઈસનું બિયારણ છત્તીસગઢથી લાવી રોપણ કર્યું. તેમાં મહદઅંશે સફળતા મળી છે, જોકે આ બ્લેક રાઈસનો ઉતાર અન્ય ડાંગર કરતા ઓછો આવે છે. પણ આ બ્લેક રાઈસ બજારમાં 400 રૂપિયે કિલો છૂટક વહેંચાય છે. જેને પગલે ખેડૂતને સારી આવે આવક મળી રહે છે, પરંતુ તેમની માંગ ઉઠવા પામી છે કે, સરકાર તેઓ માટે બ્લેક રાઈસના વેચાણ માટે માર્કેટ ઉભું કરી આપે તો વધુ ફાયદો થાય એમ છે.


મહત્તમ અન્ય રાજ્યમાં થતા કાળા ડાંગરની ખેતી હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ કરી રહ્યા છે. આ વર્ષે તાપી જિલ્લાના કેટલાક ખેડૂતો દ્વારા કાળા ડાંગરની ખેતી કરવામાં આવતા તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તેમને નાનું  ઓર્ગેનિક બજાર ઉભું કરી આપી મદદ કરી છે.


જિલ્લાના ખુડુતો દ્વારા કરવામાં આવેલ કાળા ડાંગરની વિશેષતાની વાત કરીએ તો આ ડાંગર ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેશરના દર્દીઓ માટે અત્યંત લાભદાયક હોવાનું પણ માનવામાં આવે છે. બ્લેક રાઈસમાં મહદ અંશે ઓક્સિજનનું પ્રમાણ, વિટામીન ડી, કેલ્શિયમ અને ફાયબરની માત્રાથી ભરપૂર હોવાને લઈ સ્વાસ્થ્ય માટે અતિ પૌષ્ટિક હોવાનું મનાય છે, ત્યારે સરકાર જો કાળા ડાંગર કરતા ખેડૂતો માટે બજાર ઉભું કરી આપે તો મહત્તમ ખેડૂતો કાળા ડાંગરની ખેતી તરફ વળશે એમાં કોઈ બે મત નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube