દિનેશ ચંદ્રાવાડીયા/ઉપલેટા : સૌરાષ્ટ્રમાં હાલ ખેડૂતો જાગૃત થઇ રહ્યા છે જેવો રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળી અને ખૂબ સારા પાકની ગુણવત્તા અને ઉત્પાદન મેળવી રહ્યા છે. ઉપલેટાના ખેડૂતો એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ઉપલેટા તાલુકા ના ખેડૂત નારણભાઇ વસરા અને મનોજભાઈ ડેર કે જેવો છેલ્લા 2 વર્ષ થી રાસાયણિક ખાતર થી થતી પારંપરિક ખેતી છોડી ને હવે તેવો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહયા છે અને ખુબજ સારા પરિણામો મેળવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાતીલ હસીના! નાણાની હેરાફેરી, ડેટા પ્રોવાઇડ કરાવવા સહિતની તમામ કામગીરી કરે છે !


નારણભાઇ અને મનોજભાઈ ગયા ના ગૌ મૂત્ર અને છાણ માંથી ખાતર બનાવી ને તેનો ઉપયોગ ખેતર ની જમીન માં ખાતર તરીકે કરે છે જેના પરિણામે તેવો ને તેની જમીન સુધારવા સાથે સાથે તેવો ના પાક પણ ઓર્ગેનિક 100 % શુદ્ધ મળી રહ્યા છે હાલ આ બંને ના ખેતર માં ઓર્ગેનિક ઘઉં નો પાક લહેરાઈ રહ્યો છે,  તેવો ને સામાન્ય રીતે રાસાયણિક ખાતર થી પકવેલ ઘઉં કરતા તેવો ને ભાવ પણ ખુબજ વધુ મળી રહ્યા છે, ગાય આધારિત ખેતી ને લઈ ને ખેડૂતો ની જમીન બંજર બનતી અટકે છે સાથે આ જમીન માં જે પાક થાય છે તે પણ ખુબજ સારા ક્વોલિટી ના થાય છે, સામન્ય રીતે ખેડૂતો એ પકવેલ પાક માટે તેવો ને પોષણ ક્ષમ ભાવ ઉપજવા તે મુખ્ય હોય છે ત્યારે ગાય આધારિત ખેતી માંથી જે પાક ઉતપન્ન થાય છે તે માટે ખેડૂતે બજાર માં વેચવા જવું પડતું નથી અને તેવો ના ખેતર ઉપર થી જ તરત જ તેવો નો પાક વેચાય જાય છે.


ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં સૌરાષ્ટ્ર બાદ ઉત્તરગુજરાતમાંથી પણ પાણીની બુમ


ઉપલેટાના નારણભાઈ તો છેલ્લા 3 વર્ષ થી ગાય આધારિત ખેતી કરે છે અને તેવો તેના ખેતર માં ગૌ મૂત્ર છાણ જેવા જૈવિક ખાતર નાખી ને જમીન ને ફળદ્રુપ બનાવી છે અને હાલ તેવો ત્રણ જેટલા પાક લે છે જેમાં બટાકા નો પાક પણ સામેલ છે તેવો મુજબ તો તેવો એ પકવેલ ઘઉં માં ખુબજ સારું ઉત્પાદન મળેલ છે જે રાસાયણિક ખાતર નાખતા 1 વીઘા માં 15000 હજાર ના ઘઉં ઉત્પાદન થતા તે ગાય આધારિત ખેતી કરતા 1 વિધે 25000 હજાર રૂપિયા ના ઘઉં થાય છે જે જ બતાવે છે કે ગાય આધારિત ખેતી એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. જો દરેક ખેડૂત રાસાયણિક ખેતી છોડી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે તો આવતી પેઢી માટે ખુબજ આશીર્વાદ સમાન છે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થી જમીન સુધરશે બંજર બનતી અટકશે અને બિન ઝેરી અનાજ ખાવા મળતા લોકો નું હિત પણ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube