અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસના 18માં દિવસે પાંચ જેટલા કોંગ્રેસી ધારાસભ્યો પારણાં કરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. કોગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા ,કિરીટ પટેલ ,આશા પટેલ અને મહેશ પટેલ સહિતના ધારાસભ્યો  હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને તેના પારણાં કરાવાનો પ્રયાસ કરી શકે છે. મહત્વનું છે,કે કોંગ્રેસ હાર્દિકના ઉપવાસના પ્રથમ દિવસથી જ તેને સમર્થન કરી રહ્યા છે. અને કોંગ્રેસના મોટભાગના ધારાસભ્યો હાર્દિકની મુલાકાત લઇ ચૂક્યા છે. તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પર હાર્દિકને સમર્થન આપી ખેડૂતોના મુદ્દે ગાંધીનગર ખાતે સ્વર્ણમ સંકુલ ખાતે સરકાર વિરૂદ્ધ દેખાવો પણ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ સહિતની પાર્ટીઓ હાર્દિકના સમર્થનમાં 
ગુજરાત કોંગ્રેસ સહિત હાર્દિક પટેલના સમર્થનમાં અનેક પાર્ટીઓ આગળ આવી છે, મોટા ભાગની પાર્ટીઓ હાર્દિક પટેલને સમર્થન કરી રહી છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકને સમર્થન જાહેર કર્યું હતું, દેશના મોટા ભાગના ભાજપ સિવાયના મુખ્યમંત્રીઓ અને પૂર્વ મંખ્યમંત્રીઓ હાર્દિક સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જ્યારે પાટીદાર સમાજની મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓ જેવી કે ઉમિયા ધામ અને ખોડલધામે પણ હાર્દિકને સમર્થન જાહેર કર્યું છે. 


હાર્દિકના ઉપવાસનો 18મો દિવસ, ઉત્તરાખંડના પૂર્વ સી.એમ હરીશ રાવત કરશે મુલાકાત


પાટીદાર ધાર્મિક સંસ્થાઓની હાર્દિકના મુદ્દાઓ સાથે કરી શકે છે સરકાર સમક્ષ રજૂઆત
હાર્દિક પટેલના મુદ્દાઓ સાથે પાટીદારની ઉમિયાધામ અને ખોડલધામ જેવી ધાર્મિક સંસ્થાઓ સરકાર સમક્ષ આજે રજૂઆત કરે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે, કે ખોડધામ નરેશ પટેલ થોડા દિવસ અગાઉ હાર્દિક સાથે મુલાકાત કરીને તેના મુદ્દા વિશે ચર્ચા કરી હતી. અને ત્યાર બાદ નરેશ પટેલે પણ પાટીદારોની મહત્વની સંસ્થાઓ અને પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરીને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીને સરકાર સમક્ષ રજૂ કરવા અંગેની વાત કરી હતી.


હાર્દિક પટેલને કોને છે ડર, કોણ મારવા મથી રહ્યું છે...


ઉત્તરાખંડના પૂર્વ સી.એમ પણ કરશે હાર્દિક સાથે મુલાકાત 
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન શરૂ થયે આજે 18મો દિવસ છે. મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ હાર્દિક પટેલની મુલાકાત લઇ રહ્યા છે. હાર્દિક પટેલ ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામત આપવાની માંગ સાથે અલ્પેશ કથિરીયાની જેલ મુક્તી કરવા માટેની માંગ સાથે હાર્દિકે ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસના 18માં દિવસે ઉત્તરાખંડના પૂર્વ સી.એમ હરીશ રાવત આજે હાર્દિક પટેલની ઉપવાસ છાવણીની મુલાકાત લેવા માટે પહોચશે. જ્યારે તેમની સાથે પ્રકાશ આંબેડકર પણ હાર્દિક સાથે મુલાકાત કરે તેવી શક્યાતાઓ છે.


અમદાવાદમાં આઇટીનો સપાટો, મોટા માથાઓની ઉંઘ હરામ...