ઠગ્સ ઓફ હિંદુસ્તાન: કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી આ ઠગની કહાની, પૂણેથી પકડયો
પોલીસ તપાસમાં ચેતન બાય બસ સુરત પહોંચ્યો હતો .અહીં તેને હથકડી તોડી તાપી નદીમાં ફેંકી દીધી હતી. હાલ તો મહાઠગ ચેતનનો કબજો ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને સોંપવાની કામગીરી હાથ ધરી છે.
ચેતન પટેલ, સુરત: બનાવટી આધાર કાર્ડ અને દસ્તાવેજોના આધારે લોન મેળવીને છેતરપીંડી કરનાર મહાઠગ ગાંધીનગર સીઆઇડી ક્રાઈમની ઓફિસમાંથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો. ત્યારે આ મહાઠગને સુરત ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આ મહાથગ સામે જુદા જુદા 8 રાજ્યોમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે.
વર્ષ ૨૦૧૪માં કુખ્યાત ઠગ અશ્વિન લાંગડિયા સાથે મળી ૯૯૯ સ્ટેમ્પ પેપર ચોરી કરી છેતરપિંડીના ગુનામાં ઝડપાયા બાદ આ જ સ્ટેમ્પ પેપરને આધારે મકાનના દસ્તાવેજ બનાવવાના તથા છેતરપિંડી
કરવામાં 8 ગુનામાં ગુજરાત પોલીસ માટે તે વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીગનર CID ક્રાઇમ સાઇબર સેલે સુરતના પાસોદરા પાટિયાના વિપુલ ધીરુ માંગરોલિયાને દબોચ્યો હતો. જૂનાગઢના ચાંપરડા ગામનો વતની વિપુલ અને ચેતન રમેશ માંગરોલિયાએ બનાવટી આધારકાર્ડ ઊભા કરી ૧૧ સીમકાર્ડ બનાવ્યા હતા.
મૂળ જૂનાગઢનો વતની ચેતન માંગરોલિયા ૨૦૧૭થી સુરત પોલીસ માટે ચાર ગુનામાં અને રાજકોટ પોલીસ માટે બે ગુનામાં વોન્ટેડ હોવાનું અને તે મહારાષ્ટ્રના પૂણેના નાંદેડમાં રહેતો હોવાની માહિતીને પગલે સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા પૂણેની હવેલી પોલીસ મથકને આરોપીની માહિતી શેર કરવામાં આવી હતી. હવેલી પોલીસે ચેતનને પકડી લઇ ૨૦મીએ ગાંધીગનર CID ક્રાઇમ સાઇબર સેલને સોંપ્યો હતો.
અધિકારીઓ નશાના ધંધાની રાણીને પકડવા ક્યારેક પાણીપુરીવાળા તો ક્યારેક ભિખારી બન્યા
૨૧મીએ મળસકે ગાંધીનગર CID ક્રાઇમ સાઇબર સેલમાં તેને લવાયો હતો અને હેલ્પલાઇન ડેસ્ક સાથે હાથકડી બાંધી એક કોન્સ્ટેબલનો જાપ્તો પણ મુકાયો હતો. પરંતુ આ કોન્સ્ટેબલ ગાફેલ રહેતાં મળસકે પોણા ચાર વાગ્યે ચેતન હાથકડી સાથે ફરાર થઇ ગયો હતો.ગાંધીનગર CID ક્રાઇમ સાઇબર સેલની કસ્ટડીમાંથી અઠંગ ગુનેગાર ભાગી જતાં રાજ્યભરમાં એલર્ટ જાહેર કરાયું હતું. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેતન સુરત કતારગામ વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી વચ્ચે દબોચી લીધો હતો.
પોલીસ તપાસમાં ચેતન બાય બસ સુરત પહોંચ્યો હતો .અહીં તેને હથકડી તોડી તાપી નદીમાં ફેંકી દીધી હતી. હાલ તો મહાઠગ ચેતનનો કબજો ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને સોંપવાની કામગીરી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube