ઝી ન્યૂઝ/અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર અગન ગોળા જેવું વસ્તુ ઘરતી પર આવી રહ્યું હોય તેવું જણાતા ખળભળાટ મચ્યો હતો. અટકળો પ્રમાણે તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. જો કે આખરે આ વસ્તું શું હતું તે સ્પષ્ટ થઇ ચુક્યું નથી. 


વૈજ્ઞાનિકોના દાવો અનુસાર આ ચીનનું એક રોકેટ હતું. જેનું નામ ચેન્ગ ઝેંગ 3 બી હતું. જેનો સીરિયલ નંબર Y77 હતો. અને તે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ગયું હોય તેવી શક્યતા છે. અમેરિકન વૈજ્ઞાનિક જોનાથન મેક ડોવેલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો. જો કે હજી સુધી આ અંગે ચીન દ્વારા કોઇ અધિકારીક ટ્વીટ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત અન્ય કોઇ અધિકારીક સંસ્થા દ્વારા પણ આ અંગે કોઇ સ્વિકાર કરવામાં આવ્યો નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube