Hill Station of Gujarat: આપણું ગુજરાત રાજ્ય અનેક એવા પ્રવાસન સ્થળોથી ભરપૂર છે જ્યાં જવા માત્રથી તમે પ્રકૃતિની ગોદમાં ખોવાઈ જાઓ અને કુદરતના સાનિધ્યમાં તમારી તમામ સમસ્યાઓને ભૂલીને પ્રફુલ્લીત થઈ જાઓ. સામાન્ય રીતે જો તમને ફરવાનું મન થતું તો કાં તમે બીચ પસંદ  કરો કા પહાડોમાં જવાનું પસંદ કરો. આપણે ગુજરાતીઓ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી સાપુતારા જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે. તો પછી ચાલો જાણો આ હિલ સ્ટેશન વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડાના નાગરિકોને નો એન્ટ્રી, ખાલિસ્તાન તણાવ મુદ્દે ભારતે વિઝા પર લગાવ્યો પ્રતિબંધ
India Canada Row: ભારતીય વિદ્યાર્થીના VISA કેન્સલ કરશે કેનેડા? વાલીઓની ચિંતા વધી
ભારતની ટ્રાવેલ એડવાઇઝરી પર કેનેડાનું આવ્યું રિકેશન, કહી આ વાત


ગુજરાતનું અદભૂત હિલ સ્ટેશન
અહીં અમે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે છે ડોન...આ ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગના મુખ્ય શહેર આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહ્રાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક, નદી, ઝરણા જેવું બધુ જ ધરાવો છે જેને જોઈને ટાઢક થઈ જાય છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી 3 જ કિલોમીટર દૂર છે. એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. 


ઓંકારેશ્વરમાં આજે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ, જાણો ખાસિયતો
આગામી 24 કલાકમાં કરી લો આ કામ, તમારા ઘરમાં થશે મહાલક્ષ્મીનું આગમન
15 દિવસમાં 2 ગ્રહણ આ લોકોના કરિયરમાં લાગશે ચાર ચાંદ, બેંક બેલેન્સ પણ વધશે


તમને એ પણ જણાવીએ કે અહીં ફરવાની સાથે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ઉત્કૃષ્ટ ગણાય છે. તેની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. 


કેવી રીતે પડ્યું ડોન નામ?
તમને હવે એ પણ નવાઈ લાગતી હશે કે આખરે આ હિલ સ્ટેશનનું નામ ડોન કઈ રીતે પડ્યું હશે? ડોન તો સામાન્ય રીતે કોઈ માફિયા કે ગુંડા માટે વપરાતો શબ્દ હોય છે. તો અમે તમને જણાવી દઈએ કે ડાંગના આ અદભૂત હિલ સ્ટેશનના નામ પાછળની કહાની પણ ખુબ રસપ્રદ છે. સ્થાનિક લોકવાયિકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ સમયગાળામાં રામ, સીતા અને લક્ષ્મણ પોતાના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા. ત્યારે ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામથી ઓળખાવા લાગ્યો હતો. ત્યારબાદ અંગ્રેજોનું આગમન થયું અને આ સાથે પ્રદેશનું નામ પણ બદલાઈ ગયું અને અપભ્રંશ થઈને પછી દ્રોણનું ડોન થઈ ગયું. 


 આ પ્રકારની ઇનકમ પર નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો ટેક્સ, સરકારની આ જાહેરાતથી લોકો ખુશ
રાતોરાત અમીર અમીર બની જશે આ રાશિના લોકો, મંગળનું નક્ષત્ર પરિવર્તન આપશે અઢળક ધન
Swapna Shastra: સપનામાં બંધ દરવાજો દેખાશે તો થશે ધનની હાનિ, જાણો આવા જ 10 સપનાનો મતલબ


ડાંગ આમ જોઈએ તો મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ છે એટલે તમે તેમની રહેણી કરણી અને તેમના ઘર, ભોજન વગેરે વિશે નવી નવી માહિતી પણ મેળવી શકો છો. સુરતથી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિમી દૂર છે. ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ 50 કિમી છે.


RO માંથી નિકળનાર ખરાબા પાણી પણ હોય છે ખૂબ ઉપયોગી, 99% લોકોને નથી ખબર
જમીન પર પછાડશો તો પણ નહી તૂટે આ Waterproof Smartphone, ફીચર્સ પણ એકદમ ઝક્કાસ
Kiara Advani Bold Pics: લગ્ન પછી સૌથી બોલ્ડ લુકમાં જોવા મળશે હસીના, ખુલા શર્ટ નીચે પહેર્યો શોર્ટ્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube