પરખ અગ્રવાલ/અંબાજી : દાંતા અંબાજી માર્ગનું પણ કરોડો રૂપિયાના ખર્ચે 10 જુલાઇના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર થોડા જ દિવસોમાં દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે અચાનક રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો હતો. જેને લઈ અંબાજી અને દાંતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોતાની ભૂલ છુપાવવા માટે સિમેન્ટ કાંકરેટ લાવીને થીગડા મારી દેવામાં આવ્યા છે. 120 કરોડના ખર્ચે દાંતાથી અંબાજી ચાર માર્ગીય રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drugs Mafia શાહિદ સુમરાને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ


ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દાંતા અને અંબાજી ખાતે આવીને આ માર્ગનું લોકાર્પણ કર્યું હતું. અંબાજી આવતાં માઇ ભકતોને ઝડપી સમય બચીને પહોંચવાનું સરળ રહેશે. આજે થોડાક દિવસોમાં દાંતાથી અંબાજી વચ્ચેનો માર્ગ અચાનક તુટી જતા આ માર્ગમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટું થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દાંતા તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડતાં આવો કરોડો રૂપિયાનો માર્ગમા 20 દિવસમાં જ ગાબડા પડવાનુ શરુ થઈ ગયુ છે. 


Alang Yard ખાતે 10 માળનું લકઝરિયસ ક્રૂઝ જહાજ અંતિમ સફરે


અચાનક કરોડોના ખર્ચે તૈયાર થયેલ રોડ સામાન્ય છાંટા પડતાં તૂટી જાય અને રોડ બેસી જાય તો ગંભીર બાબત મનાઈ રહી છે. જો કે આ માર્ગ ઉપર મોટો ભુવો પડવાના સમાચાર વાયુ વેગે કોન્ટ્રાકટરોને મળતા તાત્કાલીક રાતોરાત સીમેન્ટ કાંકરેટનો માલ નાખી ભુવાને પુરી દેવામાં આવ્યો છે. જો કે અંબાજી દાંતા પંથકમાં ભારે વરસાદ પડે તો આ માર્ગ ઉપર જ્યા માટીનું પુરાણ કરવા આવેલ છે ત્યા ગાબડા પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે ને આવી ઘટના બને તો  અંબાજી માટે સતત ધમધમતા રહેતા માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની શકે છે. જો કે હાલમાં દાંતા મામલતદારના જણાવ્યા પ્રમાણે આ ભુઓ પડતા કોઈ ઘટના ઘટી નથી ને તુટેલા રસ્તાનુ સમારકામ કરી દેવાયુ છે ને આર એન્ડ બી ને તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube