મૌલિક ધામેચા / અમદાવાદ : નરોડાના તુલસી ક્યારો સમિતિ ગ્રુપ દ્રારા માત્રા માતા તથા પિતાની છત્રછાયા ગુમાવનાર 21 દિકરીઓના તમામ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરાવીને દિકરીના પિતા બનીને કન્યાદાન પણ કર્યું. સાથે જ દિકરીઓને ટીવી, ફ્રિજ, તિજોરી, સોના-ચાંદીના દાગીના સહિતની તમામ વસ્તુઓ ભેટા - સોગાદ પણ આશિર્વાદ સ્વરૂપે આપવામાં આવી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT: મવડી રોડ પર અત્યંત વૈભવીગાડી કૂવામાં ખાબકતા એકનું મોત, બેનો ચમત્કારીક બચાવ
અમદાવાદમાં રહેતા કેટલાક યુવક યુવતીઓ એ કોરોના દરમ્યાન માતા- પિતાની છત્રછાયા ગુમાવી હશે. ત્યારે કેટલાક આ મોંઘવારીમાં દિકરીઓના લગ્ન કરવાનો વિચાર કર્યો હતો બાદમાં કોઈ પણ પરિસ્થિતિ કારણે સગવડ ના હોવાથી લગ્ન ના કરાવી શકતા લોકો માટે તુલસી ક્યારો સમિતિ આગળ આવી. જોકે  આ વિચારોને જોડવા માટે વર્ષ 2019 થી આ વિચારને સાકાર કરવા માટે નરોડાના યુવકો તુલસી ક્યારો સમિતિની સ્થાના કરીને એક બીજાનો સંપર્ક કરવા લાગ્યા હતા.  જેને વેગ આપવા માટે દાતાઓ પણ મળવા લાગ્યા હતા. જેથી વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર 8 છોકરીઓના લગ્ન કરાવ્યા હતા. 



જેક્લીને આ શું કર્યું? રોડ છાપ ગુંડાને બનાવ્યો પોતાનો બોયફ્રેંડ જાણીને ચોંકી ઉઠશો
જો કે આ વર્ષે પણ તુલસી ક્યારો સમિતિ સમુહ લગ્ન ગ્રુપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર 21 જેટલી દિકરીઓના લગ્ન કરાવ્યા હતા. આ ગ્રુપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર કોઈ પણ જ્ઞાતિની દિકરીઓને લગ્ન કરાવવાનું બીડું ઝડપી લીધું હતુ. જો કે આ વર્ષે પણ નરોડા અને આસપાસના વિસ્તારોમાં પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવનાર દિકરીઓના લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 21 જેટલી દિકરીઓના લગ્ન કરવાનું બીડું આવતા આ ગ્રુપ દ્રારા અનેક દાતાઓ થકી આજ રોજ તમામ 21 દિકરીઓને તેમના પિતાની જેમ ઉંમગ ભર્યા લગ્ન કરાવ્યા હતા. આ વખતે પણ દર વર્ષની જેમ એણાસણ ગામમાં આવેલા શાંતમ પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં માંડવા મુહૂર્તથી લઈને તમામ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને યુવકોએ દિકરીના પિતા બનીને કન્યાદાન પણ કર્યું હતુ. ઉપરાંત દિકરીઓને ટીવી, ફ્રિજ, તિજોરી, સોના-ચાંદીના દાગીના સહિતની તમામ વસ્તુઓ ભેટ-લોગાદ અને આશિર્વાદ સ્વરૂપે આપવામાં આવી હતી.


VIRAL VIDEO : આ વીડિયો જોઇને ઉચ્ચ અધિકારીઓથી માંડી સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત
મહત્વનું છે કે કોરોના કાર્ડ પછી પ્રથમ વખત આ સમિતિ દ્વારા અનેક એવા મા-બાપની ઈચ્છા તુલસી ક્યારો લગ્ન સમિતિ દ્વારા પૂર્ણ કરવામાં આવી અને કન્યાદાન રૂપે આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા. ત્યારે આવનાર વર્ષોમાં આ સમિતિનો હેતુ એવો પણ છે કે હિન્દુ , મુસ્લિમ, ખ્રિસ્તી કે પારસી ના લગ્ન પણ તેમની વિધિ અનુસાર નિશુલ્ક કરાવી સર્વધર્મ સમભાવ નો સાચો મેસેજ સમાજને આપે.