અતુલ તિવારી/અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય એક વ્યક્તિએ સિક્કાઓ, નટબોલ્ટ, ખિલ્લી, ચમચી, નેલકટર, સ્પાર્ક પ્લક, હેરપીન, સેફ્ટી પિન સહીતની 452 જેટલી વસ્તુઓ પેટમાંથી નીકળી છે. આ કિસ્સો એક સામાન્ય વ્યક્તિને હચમચાવી નાંખે તેવો છે પરંતુ દર્દીના પેટમાંથી 3 કિલો જેટલી ઘાતુની વસ્તુઓ ડોક્ટરો દ્વારા સફળતાપૂર્વક કાઢવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવીલ હોસ્પીટલમાં રાજ્યનો સૌપ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં તબીબોએ ઓપરેશન કરીને 452 મેટલની વસ્તુઓ દર્દીના પેટમાંથી કાઢી છે. આ 28 વર્ષીય વ્યક્તિ માનસિક અસ્થિર હોવાથી મેન્ટલ હોસ્પીટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ અચાનક જ તેને શ્વાસ લેવામાં સમસ્યા થતા સિવિલના ENT વોર્ડમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેની તપાસ બાદ તેને પેટમાં પણ સામાન્ય દુખવો રહેતા તેને સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કરાયો જ્યાં તેનો એક્સ રે કરવામાં આવ્યો જેમાં દર્દીના હોજરીમાં એક અનેક ધાતુઓની વસ્તુઓ હોવાનું માલુમ પડતા તેનુ તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું.



દર્દીના શરીરમાંથી ઓપરેશન બાદ મળેલી વસ્તુઓ


  • હોજરીમાંથી નીકળ્યા 42 વિવિધ સિક્કાઓ

  • 78 સ્ક્રુ અને 17 બોલ પેનના ઢાંકણ

  • 19 કટર બ્લેડ, 6 હેરપીન, 8 સેફ્ટી પિન

  • 26 નટ એન્ડ બોલ્ટ્સ અને બાઇકનુ સ્પાર્ક પ્લગ

  • 36 પીન્સ એન્ડ નિડલ્સ

  • બટનસેલ, હેરક્લીપ, ઇયરિંગ સહીતની 452 વસ્તુઓનો સમવેશ થાય છે.



ધાતુઓની વસ્તુ ખાતો હોય તો તે વ્યક્તીને એક્યુફેઝિયાની બિમારીથી પીડિત હોવાનું માનવામાં આવે છે. એક્યુફેઝીયાની બિમારીએ માનસીક બિમારી છે અને તેમાં દર્દી મેટલની ચીજવસ્તુઓ ખાદ્યપ્રદાર્થની ચીજવસ્તુઓ સમજીને ખાતો હોય છે. દર્દી છ મહિનાથી કે વધુ સમયથી આ પ્રકારની ચીજવસ્તુઓ આરોગતો હોવાનુ ડોકટરો માની રહ્યા છે. ઓપરેશન બાદથી દર્દીને ICUમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. હાલમાંદર્દીની સ્થિતિ સ્થિર છે.



ડોક્ટર કલ્પેશ પરમાર, ડોકટર વશિષ્ઠ જલાલ, રેસીડેન્ટ ડોક્ટર નિસર્ગ શાહ અને રેસિડેન્ટ ડોકટર આકાશ પટેલની ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જે સતત 3 કલાક સુધી ચાલ્યું હતું. હાલ તો દર્દી સિવીલ હોસ્પીટલમાં અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા પણ આ દર્દીના પેટમાંથી મેટલની ચિજવસ્તુઓ કાઢવામાં આવી હતી. પરંતુ 3 કિલો જેટલુ મેટલ કઢાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.


Live TV:-