• તમામ અત્યાધુનિક સુવિધાઓથી લેસ આ પોલીસ સ્ટેશનમાં બાળકોના રમવા માટે ખાસ સુવિધા

  • અત્યાધુનિક પોલીસ સ્ટેશનમાં તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ CCTV ભુલાયા


ઉદય રંજન/અમદાવાદ: પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં બે નવા મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બંન્ને પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ કોર્પોરેટ ઓફીસોને પણ ટક્કર મારે તેવા તૈયાર કરાયા છે. પોલીસ સ્ટેશનમાં લિફ્ટ, પાણીના કુલર, ફાયર સેફ્ટી અને પાર્કિંગ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બંન્ને પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સ્ટેશનમાં બાળકો માટે રમકડા અને ઘોડિયાઘર પણ બનાવાયું છે. આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બંન્ને પોલીસ સ્ટેશનનાં નવા બિલ્ડિંગોનું લોકાર્પણ કર્યું હતું. આગામી દિવસોમાં અન્ય પોલીસ સ્ટેશનનું પણ નવીનીકરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં શહેરમાં બીજા પોલીસ સ્ટેશનના નવીનીકરણ અને પોલીસ લાઇનના આધુનિકરણનું કામ ચાલી રહ્યું છે. 


પાલડી પોલીસ સ્ટેશન શહેરનું પ્રથમ એવું પોલીસ સ્ટેશન બન્યું છે. જેમાં લિફ્ટની સુવિધા છે. નાગરિક કેન્દ્રીત સુવિધાસભર પોલીસ મથકથી સિનિયર સિટીઝન તેમ જ શારીરિક અશક્ત નાગરિકોને ઉપયોગી પુરવાર થશે. ચાંદખેડાના પોલીસ મથકમાં પોલીસીંગની સાથે નાગરિકને જરૂરી સુવિધાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. પાલડી પોલીસ મથક 2.12 કરોડનાં ખર્ચે તૈયાર કરાયું છે. જ્યારે ચાંદખેડા પોલીસ મથક 2.51 કરોડનાં ખર્ચે નિર્માણ પામ્યું છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બાળકો માટે એક અલગ જ રૂમ તૈયાર કરાયો છે. જો કે અત્યાધુનિક પોલીસ સ્ટેશનમાં ક્યાંય CCTV કેમેરા નહી મુકાતા અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube