અમદાવાદ : સાંસદ મનસુખ વસાવા દ્વારા મહેસુલી કર્મચારી સામે કરાયેલા વર્તન મામલે રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ભરુચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ તાલુકામાં મામલતદાર તેમજ નાયબ મામલતદાર સાથે અશોભનિય વર્તન મામલે સમગ્ર ગુજરાતના મહેસુલી કર્મચારી મંડળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મહેસુલી કર્મચારીઓ આજે કામથી અળગા રહી માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ દ્વારા માગ કરવામાં આવી હતી કે, સાંસદ મનસુખ વસાવા લેખીત માફી માંગે કે તેઓએ જે વર્તન કર્યુ હતું તે અયોગ્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં યુવકે કહ્યું હોટલમાં મળ તો ખરી તને મોજ આવી જશે એવું કામ કરવાનું છે પણ પછી...


ભરૂચના સાંસદ માફી માગે તેવી માંગ સાથે ખેડા જિલ્લાના મામલતદારો માસ સી.એલ પર ઉતર્યા છે. મામલતદાર સહિત 350 કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. આ ઉપરાંત આવતીકાલથી પેનડાઉનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મનસુખ વસાવા માફી ન માગે ત્યાં સુધી તબક્કાવાર કાર્યક્રમ યોજવાની પણ જાહેરાત કરી છે. જિલ્લાના વિવિધ વિભાગોના મામલતદારો, નાયબ મામલતદારો, તલાટીઓ, ક્લાર્ક, મહેસૂલ મળી કુલ 350 જેટલા લોકો માસ સીએલ પર ઉતરી ચુક્યાં છે. અશોભનીય વર્તન કરવા મામલે કાનૂની પગલાં લેવા માટે સરકાર તરફથી આદેશ થાય તેવી એસોસિએશને માંગણી કરી છે. 



પિતા બન્યો હેવાન, નાની દીકરી સાથે દુષ્કર્મ કરીને ધમકાવી, ‘જો કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ’


જો કે આ અંગે સાંસદ મનસુખ વસાવા પણ લડી લેવામાં મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે સાંસદે જણાવ્યું કે, નારેશ્વર નજીક ડમ્પર સાથે અકસ્માતમાં કમકમાટીપૂર્વક ત્રણ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. માણસના રૂવાડા ઉભા કરી દે એવો અકસ્માત જોયા બાદ સ્થળ પર ખાણ ખનીજના અધિકારીઓ, હાજર મામલતદારની ટીમ, જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક રાજકીય આગેવાનો પર રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં ફક્ત મામલતદારો બંધ બેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. હું તમામ લોકો માટે હું બોલ્યો છું તો વીડિયો રેકોર્ડિંગમાં ફક્ત મામલતદાર અને સર્કલ ઓફિસર સાથેની ચર્ચા બતાવવામાં આવી છે, પણ જે રેકોર્ડિંગમાં હું સ્થાનિક રાજકીય આગેવાનો અને ખાણ ખનીજના અધિકારીઓ સાથેનું રેકોર્ડિંગ કેમ બતાવવામાં આવતું નથી?


Big Breaking : ગુજરાતમાં યોજાનાર ડિફેન્સ એક્સપો મોકૂફ, ડિફેન્સ મિનીસ્ટ્રીએ કરી જાહેરાત


તેમ છતા પણ મારી સાથે લડવાના ઇરાદા વાળાઓ જેટલું લડવું હોય એટલું લડી લેજો મારી લડાઈ સત્ય માટેની છે. રેત માફિયાઓ, ભૂ- માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ સામેની છે.  આ કાળી પટ્ટી ધારણ કરી આંદોલન કરનારાઓના પડદા પાછળ રેત માફિયાઓ અને ભૂ- માફિયાઓ, ખાણ - ખનિજના ઉચ્ચ અધિકારીઓ કામ કરી રહ્યા છે. મને જે સજા કરાવી હોય એ કરાવજો પણ હું પૂરી તાકાતથી ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર સામે લડી લઈશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube