અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (સ્વાક) હેઠળ આવતા રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનાં તમામ એરબેઝ ઉપર સૌપ્રથમ પ્રકારની અને કોડનેમ ‘એક્સરસાઇઝ ચૌકસ’ ધરાવતી કવાયત સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ કવાયતનો ઉદ્દેશ સુરક્ષા સાથે સંબંધિત વિવિધ પડકારો ઝીલવા એર ફોર્સનાં વિવિધ બેઝની તૈયારીનું મૂલ્યાંકન કરવાનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કવાયતનો મુખ્ય આશય વાયુદળનાં અધિકારીઓની કુશળતા વધારવાનો હતો અને ઝડપથી કોઈ પણ જમીની ખતરાને નિષ્ફળ બનાવવાનો હતો. પેરેન્ટ બેઝની ક્વિક રિએક્શન ટીમો ઉપરાંત પેરામિલિટરી ફોર્સ અને સિવિલ પોલીસ પણ આ કવાયતમાં સહભાગી થઈ હતી, જે આ પ્રકારનાં જોખમોનો સામનો કરવા ઝડપથી તમામ ટીમોએ સમન્વય અને સંવાદિતતા સ્થાપિત કરવાનો હતો.


EXCLUSIVE Interviewમાં CM રૂપાણી બોલ્યા, ‘એક્ઝિટ પોલના તારણ કરતા વધુ સીટ મળશે’



સમયસર જાણકારી મેળવવા અને જોખમનું નિવારણ વધારવા સર્વેલન્સ વિમાન, અંતરિયાળ વિસ્તારોમાં કામ કરી શકે તેવા પાયલોટ વિમાન, હેલિકોપ્ટર્સ અને માઇક્રો યુએવી જેવા એરિયલ એસેટની પસંદગી કરી હતી. તથા તેમણે શ્રેષ્ઠ રીતે કાર્યરત કરી હતી. એર માર્શલ એચ. એસ. અરોરા એવીએસએમ એડીસી, એઓસી-ઇન-સી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે કમાન્ડ એઓઆરનાંકેટલાંક એરબેઝની મુલાકાત લઈને કવાયત ચૌકસની સમીક્ષા હાથ ધરી હતી.