ઝી ન્યૂઝ/ બ્યુરો: ઊંઝા ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. દિલ્હીથી પાછા ફર્યા બાદ આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયો હતો. ત્યારબાદ તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે તેમનું નિધન થયું હતું. 


તમને જણાવી દઈએ કે ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર છેલ્લી સ્મૃતિચિત્ર બની રહી હતી. તમને જણાવીએ કે પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીર આશાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર પેજ પર પોસ્ટ કરી હતી. જેમાં આશાબેન પટેલે લખ્યું હતું કે આપણા દેશના પરિશ્રમી, સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરણા સ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર, દેશના સૌથી લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબને સાથી ધારાસભ્યો સહ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube