Surat ની આ રંગોળી વિશ્વમાં ક્યાંય બીજે નથી બનતી, વિદેશથી લોકો આવે છે શીખવા
દિવાળી આવી છે ત્યારે ગૃહીણીઓ દ્વારા રંગોળીઓ ઘરની બહાર બનાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં એક બીજાથી ચડીયાતી બનાવવા માટે આડકતરી રીતે હોડ લાગતી હોય છે. જો કે સુરતની આ રંગોળી એવી છે કે જે વિશ્વમાં બીજે ક્યાંય નથી બનતી કે કોઇ બનાવી પણ નથી શકતું. દિવાળીએ દીવડાઓના પ્રકાશપૂજનું પર્વ છે. દિવાળી હોય તો ઘર આંગણે રૂડા રૂપાળા રંગો વડે બનાવેલ રંગોળી પણ હોય જ. આ રંગોળી અથવા સાથીયા અંતરમાં આનંદના રંગ પૂરે છે. સમયની સાથે રંગોળી ના પણ રૂપરંગ બદલાયા છે.
ચેતન પટેલ/સુરત : દિવાળી આવી છે ત્યારે ગૃહીણીઓ દ્વારા રંગોળીઓ ઘરની બહાર બનાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં એક બીજાથી ચડીયાતી બનાવવા માટે આડકતરી રીતે હોડ લાગતી હોય છે. જો કે સુરતની આ રંગોળી એવી છે કે જે વિશ્વમાં બીજે ક્યાંય નથી બનતી કે કોઇ બનાવી પણ નથી શકતું. દિવાળીએ દીવડાઓના પ્રકાશપૂજનું પર્વ છે. દિવાળી હોય તો ઘર આંગણે રૂડા રૂપાળા રંગો વડે બનાવેલ રંગોળી પણ હોય જ. આ રંગોળી અથવા સાથીયા અંતરમાં આનંદના રંગ પૂરે છે. સમયની સાથે રંગોળી ના પણ રૂપરંગ બદલાયા છે.
ધનતેરસની સુકનવંતી ખરીદી, રાજકોટમાં કરોડો રૂપિયાના સોનાનાં ઘરેણાંનું વેંચાણ
સુરતના જાણીતા કલાકાર હેમંતી જરદોશે રંગોળીમાં અવનવા અને ખૂબ જ સુંદર પ્રયોગો કર્યા છે. તેઓએ પાણીની ઉપર તથા પાણી નીચે રંગોળી બનાવી છે, સાથે સાથે લોકોને શીખવી પણ છે. આ વરસે હેમંતીબેને પાણીની ઉપર અમિતાભ બચ્ચનની રંગોળી ખૂબ જ મહેનતને અંતે તૈયાર કરી છે. આગલા વર્ષોમાં પાણીની નીચે શ્રીનાથજી ભગવાન, ચાર્લી ચૅપ્લિન, અમિતાભ બચ્ચનની રંગોળીઓ બનાવી હતી. આ રંગોળી બનાવવામાં લિટરે પાણીમાં ૧૫ ગ્રામ મીઠું નાખવામાં આવે છે. પાણી ઉપર ટેલકમ પાઉડર ગરણીની મદદ વડે હળવે હાથે છાટવામાં આવે છે અને આ પાઉડરના લેયર ઉપર તમારી મનગમતી રંગોળી બનાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube