જયેશ દોશી/ નર્મદા: રાજપીપળાનાં રાજવી પરિવારનાં સભ્યોની અનોખી દેશસેવા સામે આવી છે. ઉડીને આંખે વળગે તેવી છે વર્ષ 1942થી આજદિન સુધીનાં તમામ યુધ્ધ અને આતંકી વિરુધ્ધ થયેલ કાર્યવાહીમાં આ કુટુંબે  ભાગ લીધો છે. ચાર-ચાર પેઢીથી દેશસેવા કરતા પરીવારને અત્યાસુધી 9 મેડલ મળી ચુક્યા છે. હજુ પરીવારનાં જે નવયુવાનો અભ્યાસ કરી રહ્યા છે. તે પણ આર્મીમાં જવા થનગની રહ્યા છે. રોયલ ફેમીલી હોવા છતા આજે પણ દેશસેવાની ભાવનાં અક્બંધ હોવાથી રાજપીપલામાં આ પરીવારને ફોજી પરીવાર તરીકે સંબોધિત કરાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજપીપળાના રાજવી ગણાતા અને રાજાના સમય માં કમાન્ડર તરીકે ફરજ બજાવતા સ્વ.પૃથ્વીરાજસિંહ જી એક ફૌજી હતા. તેમના પુત્ર સ્વ. લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલ 1942માં સેનામાં ભરતી થયા અને ફૉજી બન્યા. ભરતી થયા અને બીજા વિશ્વયુધ્ધ, 1948નાં યુધ્ધ્માં અને 1962નાં યુધ્ધ્માં ભાગ લીધો તેમાં પુત્ર મેજર જનરલ રણધીરસિહજી ગોહીલ પણ સેનામાં દાખલ થયા અને 1971નાં યુધ્ધ્માં ભાગ લીધો હતો. જ્યાં જ્યા આતંકવાદનો ઓછાયો હતો તેવા નાગાલેંડ, મણીપુર કાશમીર,પંજાબ દરેક જગ્યાઓ પર દેશનાં દુશ્મનોનો સફાયો પણ કર્યો હતો. 


તેમના ભાઈ મેજર યશોરાજસિહજી ગોહીલ 1975 થી 1980 સુધી ફરજ બજાવી બાદમાં બાદમાં કચ્છ અને પાલનપુર ખાતે બોર્ડર વિંગમાં 20 વર્ષ સુધી ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી છે. તેમના બીજાભાઇ કેપ્ટન ભરતસિંહજી ગોહીલ કારગીલ યુધ્ધમાં બરફનાં લીધે આંગળીઓ કાપવી પડી જેથી હાલ અન્ય વિભાગમાં ફરજ બજાવે છે. તો અન્ય એક ભાઈ કર્નલ અભયસિંહજી ગોહીલ કારગીલ યુદ્ધમાં ઘાયલ હોવા છ્તા યુધ્ધ્માં જીત મળતા ભરતીય ત્રીરંગો પણ ફરકાવ્યો હતો. કાશમીરમાં ૫ વર્ષ સુધી આતંકવાદીઓ સામે ઓપરેશનમાં સામેલ રહ્યા અને હાલ પણ હજુ આર્મીમાં ફરજ બજાવે છે. 


ચાર પેઢી થી આર્મીમાં સેવા આપી મારા દીકરા કેપ્ટન અભયસિંહ બાદ હવે મારા બે ભત્રીજાઓ જેઓ હાલ અભ્યાસ કરે છે. તે પણ આર્મીમાં જવા માટે ઉત્સુક છે. આ શબ્દો હતા મેજર જનરલ રણધીરસિહજી ગોહીલ કે જેમના દાદાની યાદો વાગોળતા તેમને હર્ષ ભેર કહ્યું કે, અમારી ચાર પેઢી ફોઝમાં છે.


અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ


ત્રણ ત્રણ પેઢીએ એકજ પલટનમાં સેવા બજાવી છે. ત્યારે સેનાએમાં કામ કરવુંએ દેશ સેવાનું ઉત્તમ કાર્ય ગણાવતા મેજર જનરલ રણધીરસિહજી ગોહીલ હર્ષભેર જણાવે છે કે, આમાં દેશ સેવા તો હોયજ છે પણ સાથીઓ સાથે જે પ્રેમ હોય છે તે અતૂટ હોય છે સિયાચીનની લડાઈમાં મેં ખુબજ કપરી પરિસ્થિતિનો સામનો કર્યો છે. ખૂંખાર જગ્યા પર માયનસ ડિગ્રી ટેમ્પરેચરમાં કામ કર્યું અને જમીન ક્યારે પણ ખસી જાય તેવીએ જગ્યા હતી પણ દેશ પ્રેમએ અમારે માટે અગત્ય નો છે.


રક્ષા મંત્રી નિર્મલા સીતારામને કર્યો સ્વિકાર, નથી જળવાતું પૂર્વ સૈન્ય જવાનોનું સન્માન


કેપ્ટન ભરતસિંહજી ગોહીલની પણ કારગીલ યુધ્ધમાં બરફનાં લીધે આંગળીઓ કાપવી પડી હતી. પરંતુ બોર્ડર પર જેનો પણ પુત્ર હોય તેના માતાપિતા ફિકરતો કરતા હોય પણ ગર્વ પણ કરતા હોય છે.  નિવ્રુત મેજર જનરલ રણધીરસિંહે 1971નાં સંસ્મરણ વાગોળતા જણાવ્યુ હતુ કે, યુધ્ધ્થી પાકિસ્તાન પરાસ્ત થયુ હતુ. અને ભારતે બાંગ્લાદેશને જન્મ આપ્યો જેમાં આપણે પાકીસ્તાનનાં 93000 સૈનિકોને બંધક બનાવ્યા હતા. આ સમયે હું અને મારો પુત્ર પણ એક સાથે સેનામાં હતા. મારો પુત્ર મારી નીચે સૈનિક તરીકે હતો છતાં તમામ સૈનિકો મારે માટે પુત્ર સમાન હતા. 


આ કુટુંબના ફૌજીઓના નામનું લીસ્ટ 


  • રાજાના સમયમાં કમાન્ડર તરીકે ફરજ બજાવતા સ્વ.પૃથ્વીરાજસિંહ ગૉહિલ 

  • તેમના (પૃથ્વીરાજસિંહ ગૉહિલના)પુત્ર લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલ (સેવાનિવૃત્ત-૧૯૪૨ થી ૧૯૭૧) 

  • લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલના પુત્ર મેજર જનરલ રણધીરસિહજી દીલીપસિંહજી ગોહીલ (સેવાનિવૃત્ત) (૧૯૬૮ થી ૨૦૦૫ )

  • લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલના પુત્ર મેજર યશોરાજસિહજી દીલીપસિંહજી ગોહીલ ૧૯૭૫ થી ૧૯૮૦ (સેવાનિવૃત્ત) (બાદમાં બોર્ડર વિંગમાં)

  • લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલના પુત્રકેપ્ટન ભરતસિંહજી દીલીપસિંહજી ગોહીલ કારગીલ યુધ્ધમાં બરફનાં લીધે આંગળીઓ કાપવી પડી જેથી હાલ અન્ય વિભાગમાં ફરજ બજાવે છે. 

  • મેજર જનરલ રણધીરસિહજી  ગોહિલના પુત્ર -કર્નલ અભયસિંહજી રણધીરસિહજી ગોહીલ (૧૯૮૮થી કાર્યરત) કારગીલ યુધ્ધમાં પણ સામેલ હતા.