Gujarat માં આવેલું છે મહાદેવનું ગુપ્ત જ્યોતિર્લિંગ, ખુબ ઓછા લોકો જાણે છે ચમત્કારિક મંદિરનું મહાત્મય
- દ્વારિકામાં આ જ્યોતિર્લિંગ આવેલું હોવા છતા આ મંદિર વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે
- T Series પરિવાર આ જ્યોતિર્લિંગમાં ખુબ જ શ્રદ્ધા ધરાવે છે, તેઓ દર્શનાર્થે આવતા પણ રહે છે
દ્વારકા : આજે મહા શિવરાત્રીના દિવસે સમગ્ર દેશનાં લોકો તમામ શિવાલયોમાં ભોળાનાથના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યાં છે. હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે, ત્યારે દ્વારકા નજીક આવેલ દ્વાદશ જ્યતિર્લિંગમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. ઙર હર મહાદેવનાં નાદથી સમગ્ર ગુજરાત ગુંઝી ઉઠ્યું હતું.
Dahod: નિયમો પાળવાનું કહેતા પોલીસ કોન્સ્ટેબલે મહિલા હોમગાર્ડની જાહેરમાં ધોલાઇ કરી નાખી
ભારતના બાર જ્યોતિર્લીંગમાનું એક જ્યોતિર્લિંગ દ્વારકા તાલુકાના નાગેશ્વરમાં આવેલું છે. અહી રોજના હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે, ત્યારે ગુજરાત અને ભારતમાંથી લોકો પોતાની મનોકામના અને આશાઓ લઇને આવતા હોય છે. ત્યારે આજે ખાસ મહાશિવરાત્રી પર્વ હોઈ ત્યારે શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભગવાન ભોળાનાથના દર્શન કરવા લોકો નાગેશ્વર જ્યોતિર્લીંગના દર્શન કરવા આવ્યા હતા. દૂધ અને જલાભિષેક કરી પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા.
Bhavnagar: મહારાજ જસવંતસિંહે સ્થાપેલું અનોખુ શિવમંદિર, માથુ નમાવોને મહાદેવ કરે છે તમારૂ કામ
દ્વારકાથી સોળ કિમી દુર આવેલું નાગેશ્વર મહાદેવ મંદિરમાં આજે શિવરાત્રીના પર્વ પર ચાર પહોરની પૂજા થનાર છે ત્યારે ચાલુ વર્ષે કોરોના કાળ ચાલી રહ્યો છે તેવામાં મંદિર પ્રશાસન દ્વારા ખાસ સેનેટાઇઝર અને સામાજિક અંતર રાખવા તેમજ માસ્ક પહેરવાની સૂચના અપાઈ છે. ભક્તો પણ હોંશે હોંશે તમામ સરકારી કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ભક્તો તેમજ પૂજારી દ્વારા આ કોરોનાની બીમારી દૂર થાય તેવી પ્રાર્થના કરી છે અને ભગવાન ભોળાનાથ નાગેશ્વર મહાદેવના મંદિરમાં અનેક શ્રદ્ધા અને અતૂટ વિશ્વાશ લઇને આવ્યા છે, ત્યારે જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube