યોગીન દરજી/નડિયાદ : જિલ્લાના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે યોગીરાજ અવધુત સંતરામ મહાજના 190માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. માન્યતા છે કે, 190 વર્ષ પહેલા સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી હતી. જેને લઇ દર વર્ષે મહાસુદ પુનમના દિવસે નડિયાદ મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવે છે. આ પ્રસંગે 251 મણ સાકર અને 200 મણ કોપરાનો પ્રસાદ મીક્ષ કરી તેને આકાશમાં ઉછાળવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીનો આ VIDEO જોયા બાદ તમારી આંખમાં આંસુ ન આવે તો તમે કંઇ પણ છો માણસ તો નથી જ !


જે પ્રસાદને ઝીલવા માટે ભક્તો રીતસરની પડાપડી કરતા હોય છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કેવી રીતે પ્રસાદ મેળવવા ભક્તો પડાપડી કરી રહ્યા છે. જોકે મહત્વની બાબત એ છેકે આ રીતે પ્રસાદ લેવાની પ્રથા હોવા છતા આજદીન સુધી કોઇ ભક્તને નુકસાન થયું નથી.  કે કોઇને ઇજા થઇ હોય તેવો એકપણ બનાવ બન્યો નથી. સમાધિ મહોત્સવ ના પર્વત વર્ષમાં એકવાર નડિયાદ સંતરામ મંદિરમાં ઉજવાતા હોય છે. અને જે કોઈપણ મંદિરના મહંત હોય તેઓ અહીંયા આરતી ઉતારતા હોય છે.


Gujarat Corona Update: 451 નવા કેસ, 328 દર્દી સાજા થયા, પાંચ જિલ્લાઓમાં એક પણ કેસ નહી


આ મંદિર અને પુનમનું એટલું મહત્વ છે કે, દેશ વિદેશના ભક્તો અહીં દર્શન માટે પધારે છે. મહત્વનું છે કે, મધ્ય ગુજરાતનાં અનેક લોકો વિદેશમાં સેટલ છે. તેમ છતા પણ આ પુનમે તેઓ ભુલ્યા વગર અહીં યોગીમહારાજના દર્શન કરવા માટે આવે છે. 190 વર્ષ પહેલા તેઓએ જીવતા સમાધી લીધી હતી. જો કે દર વર્ષે પુનમનાં દિવસે અહીં સેંકડો લોકો ઉમટી પડતા હોય છે. અહીંનો પ્રસાદ મળવો તેને ખુબ જ પાવન ગણવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube