જૂનાગઢ : દેશ આજે આત્મનીર્ભર બનવા તરફ આગળ વધી રહયૉ છે, ત્યારે જૂનાગઢ કોયલી ગામની એક મહીલા ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી અનેક ચીજવસ્તુ બનાવી આત્મનીર્ભર બની  રહી છે. સાથે અન્ય ગામની મહીલાને પણ આત્મનીર્ભર બનાવી રહી છે. જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામના ભાવનાબેન ત્રાંબડીયા આજે ગાયના છાણમાંથી દીવડા બનાવી રહયા છે. ગૌશાળામાંથી છાણ લઇ આવીને પોતાના ઘરે દીવડા બનાવી રહ્યા છે, સાથે અન્ય ગામની અન્ય મહીલાઓને પણ રોજગારી આપી રહ્યા છે. દીપાવલી પર્વમાં દીવડાનું અનેરું મહત્વ હોઈ છે. હિન્દૂ ધર્મના શાસ્ત્રોમાં દીપાવલીના તહેવારોમાં ઘરે ઘરે લોકો દીવડા પ્રગટાવે છે ત્યારે બજારો માં અવનવા દીવડા ની વેરાઈટી જોવા મળે છે ત્યારે ભાવનાબેને ગાયના છાણમાંથી દીવડા બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA માં પણ હવે ભરતીનું ભુત ધુણ્યું, બે જુથનો વિવાદ થતા મોટુ કૌભાંડ સામે આવ્યું


જેની માંગ પણ ખુબ વધી છે. આજે દિવાળીના તહેવારોમાં દીવડાને અમદાવાદ મોકલે છે અને દીવડાને કલર કરીને પેકીંગ કરે છે અને 6 દીવડાના 50 રૂપીયા લેખે વેંચીને આત્મનિર્ભર બન્યા આજે ગાયના છાણમાંથી તેઓએ ગણપતી અને રાખડી પણ બનાવી છે. આજે જયારે પ્રદુષણ વધતું જાય તેને ધ્યાને રાખીને આજે છાણ અને ગૌમુત્રમાંથી અનેક વેરાઈટી બનાવી છે. દીપાવલીના તેહવારોમાં 5 હજાર દીવડા બનાવીને વેંચી નાખ્યા છે, ત્યારે હજુ તેની ડીમાન્ડ વધી છે. આજે ઘર આંગણે ગાય અને ગોમૂત્રના દીવડો પ્રગટાવાથી ખુબ શુભ મનાઈ છે.


AHMEDABAD: મહિલાઓ ડ્રાઇવિંગ શીખે તે માટે તેલંગાણાની એક મહિલાએ શરૂ કર્યો અનોખો પ્રયાસ


કોયલી ગામના ભાવનાબેન આજે ગાયના છાણમાંથી અનેક વસ્તુ બનાવી અને આત્મનિર્ભર બન્યા છે તેની સાથે ગામની અનેક મહિલાઓને રોજગાર આપી રહ્યા છે. ભાવનાબેન પોતાના ઘરે દીવડા બનાવા માટે એક મશીન પણ લીધું છે. અન્ય મહિલાઓ પણ જોડાઈ છે. એક મહીલાને મહીને 6 હજાર રૂપીયા આપીને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. તો આ વખતે ચોક્કસ રીતે જ તમારા ઘરમાં પ્રગટાવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube