સુરત : શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશનની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા લાંબા સમયથી જર્જરીત હોવાના કારણે કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. અત્રે નોંધનીય છે કે, તે છેલ્લા 2 વર્ષથી તો ખાલી જ હતું. જેના કારણે લાંબા સમયથી તેના ડિમોલેશનની ચર્ચા પણ ચાલી રહી હતી. જો કે આજે ફાયર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતીથી બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT ફૂડ સેફ્ટી મુદ્દે સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, ક્યાંયથી પણ નાસ્તો કરો તમને નુકસાન નહી પહોંચાડે !


ફાયર વિભાગના અનુસાર જર્જરિત થયેલા બિલ્ડીંગને ડિમોલીશ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો બિલ્ડીંગના તમામ પિલ્લોર નબળા કરી દેવાયા હતા. ત્યાર બાદ પાલીકાએ બિલ્ડિંગ ઉતારી લીધું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતી પણ રખાઇ હતી. પાલિકા બિલ્ડિંગ નજીક મહત્વનો માર્ગ પસાર થઇ રહ્યો હોવાનાં કારણે તે રોડ બ્લોક કરી શકાય તેમ નથી. જેના કારણે ચાલુ વાહન વ્યવહારે જ વૈજ્ઞાનિક રીતે જ બિલ્ડિંગ તોડી પડાયું હતું. પસાર થઇ રહેલા વાહન ચાલકો પણ અચાનક બિલ્ડિંગ તુડી પડતા થોડા સમય માટે ગભરાયા હતા. જો કે ત્યાર બાદ ખબર પડતા તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 


RAJKOT માં ગમે તેને ઉભા રાખીને લૂંટી લેતો રીઢો ગુનેગાર ઝડપાયો, સમગ્ર શહેરને બાનમાં લીધું હતું


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube