આવું તે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર થતું હશે! ખેડૂતો યુનિવર્સિટી મુદ્દે રણે ચડ્યાં...
શહેરની રાજપુરમાં આવેલી કામઘેનુ યુનિવર્સિટીનું સ્થળ બદલની હિલચાલથી રોષે ભરાયેલા ગ્રામજનો હવે આંદોલન શરુ કરશે જેને લઈને આજે યુનિવર્સીટી આગળ એકઠા થયા હતા. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રાજપુરમાં વર્ષ ૨૦૧૦-૧૧ માં રાજય સરકાર દ્વારા ૯૯ એકરથી વધુ હેકટર જમીનમાં બનાવેલી કામઘેનુ યુનિવર્સિટીનું સ્થળ બદલીને કચ્છ લઇ જવાની ગતિવિધિઓ રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેને લઈને રોષે ભરાયેલા ગ્રામજનો ધ્વારા આંદોલન શરુ કરવા માટે આજે યુનિવર્સીટી આગળ એકઠા થયા હતા.
શૈલેષ ચૌહાણ/હિંમતનગર : શહેરની રાજપુરમાં આવેલી કામઘેનુ યુનિવર્સિટીનું સ્થળ બદલની હિલચાલથી રોષે ભરાયેલા ગ્રામજનો હવે આંદોલન શરુ કરશે જેને લઈને આજે યુનિવર્સીટી આગળ એકઠા થયા હતા. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રાજપુરમાં વર્ષ ૨૦૧૦-૧૧ માં રાજય સરકાર દ્વારા ૯૯ એકરથી વધુ હેકટર જમીનમાં બનાવેલી કામઘેનુ યુનિવર્સિટીનું સ્થળ બદલીને કચ્છ લઇ જવાની ગતિવિધિઓ રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેને લઈને રોષે ભરાયેલા ગ્રામજનો ધ્વારા આંદોલન શરુ કરવા માટે આજે યુનિવર્સીટી આગળ એકઠા થયા હતા.
ચમત્કાર જેવી ઘટના, માત્ર 75 મિનીટમાં વૃદ્ધના હાથ કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
લેખિત રજુઆતો સાથે આવેદનપત્રો આપવાનું નક્કી કરેલ ત્યારબાદ ગાંધી ગાંધીચીધ્યા માર્ગે આંદોલન શરુ કરશે.ગા મનું ગૌરવ એવી યુનિવર્સિટીને લઈને ગામના લોકોને રોજગાર ઉપરાંત આજબાજુના ૫૦ થી વધુ ગામના લોકોના પશુઓને સારવાર મળી રહે છે. જેને લઈને ખેડૂતોને લાભ પણ થાય છે. હવે આ ખસેડવાની હિલચાલથી યુવાનો સહીત ગ્રામજનોએ આજે એકઠા અગામી સમયમાં કેવી રીતે અંદોલન કરવું તેની રણનીતિ તૈયાર કરી દીધી છે.
DGP આશિષ ભાટીયાએ કહ્યું, ગાઈડલાઈનનુ પાલન નહિ થાય તો કાર્યવાહી થશે
પહેલા પણ આ અંગે ઉચ્ચ કક્ષાએથી લઈને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહીત લગત વિભાગને લેખિત જાણ કરી છે . જો કે હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેને લઈને હવે ગ્રામજનો એક્શન મોડમાં આવી ગયા છે. હિમતનગરના રાજપુર ગ્રામ પંચાયતે ૯૯ હેકટર જગ્યા કામઘેનુ યુનિવર્સિટી બનવાવા માટે ૨૦૧૦-૧૧માં ગ્રામસભામાં ઠરાવ કરીને સરકારને સોંપવામાં આવી હતી. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કામઘેનુ યુનિવર્સિટીનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતું.
કેનેડાની માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં ઠુઠવાયેલો મહેસાણાનો પટેલ પરિવાર આખરે છે કોણ?
જેને લઈને કામઘેનુ યુનિવર્સિટી બનવાથી હિંમતનગર સહિત આસપાસના ગામડાઓના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે પરંતુ સાબરકાંઠા જિલ્લાની નબળી નેતાગીરીના કારણે હાલ તો કામઘેનુ યુનિવર્સિટીનું સ્થળ બદલીને કચ્છ ભૂજ લઇ જવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. આ જમીન પર હાલ પશુપાલન પોલીટેકનીકનો અભ્યાસક્રમ અને એક હોસ્પિટલ જ બનાવવામાં આવી છે. આ ઉપરાંત મત્સ્યપાલનના શિક્ષણનું કામ કરવામાં આવી રહ્યુ છે.
જોકે મોટાભાગની જમીન હાલની તારીખે પણ ફાજલ પડી છે. વેટરનરી કોલેજની બિલ્ડીંગ પણ બનાવવામાં આવી હતી અને સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો હતો પરંતુ કયા કારણોસર હવે કામઘેનુ યુનિવર્સિટીનુ સ્થળ બદલીને કચ્છભૂજ લઇ જવામાં આવી રહી છે. જેનો વિરોધ કરવા રાજપુર સહિતના ૧૦થી વધુ ગામના ગ્રામજનોએ ભેગા મળીને કામઘેનુ યુનિવર્સિટી બચાવવા એકઠા થયા હતા. સાબરકાંઠાનું ગૌરવ એવી કામઘેનુ યુનિવર્સિટી બચવવા માટે હવે ગ્રામજનોએ આજુબાજુના અગ્રણીઓના સાથે મળી ન્યાય મળે તો અગામી દિવસમાં રસ્તા રોકો સહીત ઉગ્ર આંદોલન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube