મોરબી: મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોને નોધારા કરી મૂક્યા છે. મોરબીમાં બનેલી ઘટનામાં 77થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં એક નાના બાળકે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારની હકીકત ઝી 24 કલાકને જણાવી હતી. આ હકીકત જાણીને કોઈ પણ કઠણ કાળજાના માનવીની આંખમાં આંસુ આવી જાય તેમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નાના બાળકે આ ઘટનામાં પોતાનો સમગ્ર પરિવાર ગુમાવ્યો છે, માત્ર એકમાત્ર પોતે જ બચ્યો છે. ત્યારે આ બાળકે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારની હકીકત જણાવી હતી કે, અમે અહીં ફરવા માટે આવ્યા હતા. અમારા પરિવારમાં એક નાનો ભાઈ હતો. મમ્મી- પપ્પા હતો. ફોઈનો છોકરો હતો. મારા મામા હતા, તેમના નાના નાના બે છોકરા હતા. મારા માસા અને માસી સાથે હતા. બાળકે જણાવ્યું હતું કે, પુલ પર બધા હાથથી હલાવતા હતા, એટલે બ્રિજ નીચે પડ્યો હતો. બાળકે રડતા આવજે કહ્યું હતું કે, મારા મમ્મી અને પપ્પા પાણીમાં છે, તેમને બચાવી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube