દિવ્યેશ જોશી/રાજકોટ: પત્નીને કેન્સર થતા તે ડિપ્રેશનનો ભોગ ન બને તે માટે ફૂડની ડીલેવરી કરતો પતિ ફૂડની ડિલિવરી સમયે સાથે લઈ જાય તેની હિમંતમાં વધારો કરે છે. કેન્સરગ્રસ્ત પત્નીને ખુશ રાખવા માટે અનેક પ્રયાસો કરે છે. ચાલો જાણીએ આ બંનેની સંઘર્ષ સાથે પ્રેમની સ્ટોરી. આજના સમયમાં કેટલાય દંપતિઓ નાની નાની વાતમાં પોતાનું લગ્નજીવન તોડી નાખતા હોય છે. પરંતુ રાજકોટમાં રહેતા અને ફૂડની ડીલીવરી કરતા કેતનભાઈ રાજવિર અને સોનલબેનનું લગ્ન જીવન બીજા માટે પ્રેરણારૂપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રીમાં PM નરેન્દ્ર મોદી માતાજીને કેમ લખતા હતા પત્રો? આ એ સમયની વાત છે...


કેન્સરને ખૂબ જ ખતરનાક બીમારી ગણવામાં આવે છે. કેટલાય લોકોને કેન્સરની જાણ થાય ત્યારે તેઓ ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને મનથી ભાંગી પડે છે. ત્યારે આવું જ કાંઈક રાજકોટમાં રહેતા સોનલબેન સાથે થયું હતું તેમને સાત મહિના પહેલા છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને જણાવ્યું હતું કે તેમને ચોથા સ્ટેજનું કેન્સર છે ત્યારે સોનલબેન ડિપ્રેશનનો ભોગ બન્યા હતા અને મનથી ભાંગી ગયા હતા.


MP: લોહારામાં નર્મદા નદીમાં નહાવા પડેલા ગુજરાતના 3 યુવાનો સહિત 4 ડૂબ્યા, બેના મોત


ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં કેતનભાઇ અને તેમના પત્ની સોનલબેનેજણાવ્યું હતું કે આ બંને દંપત્તિએ 2007માં પ્રેમ લગ્ન કર્યા હતા અને આજથી સાત મહિના પહેલા સોનલબેન ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું બહાર આવતા સોનલબેન ડિપ્રેશનનો ભોગ બન્યા હતા જેથી તેમના પતિ કેતનભાઇ તેમનું વિશેષ ધ્યાન રાખે છે. વહેલી સવારે નાસ્તો બનાવી આપે છે બપોરની રસોઈ પણ તેઓ બનાવે છે ઉપરાંતમાં ઘરકામમાં પણ તેઓ સોનલબેનને મદદ કરે છે સાથોસાથ સોનલબેન ડિપ્રેશનનો ભોગ ન બને તે માટે તેઓ વિશેષ ધ્યાન રાખે છે.


સાહેબ મારા રૂપિયા ક્યારે ઉપડશે? ગુજરાત સહિત દેશની તમામ પોસ્ટ ઓફિસમાં કામગીરી ઠપ્પ


કેતનભાઇ ફૂડની ડીલેવરી આપવા માટેનું કામ કરે છે ત્યારે તેમના પત્ની સોનલબેન ઘરમાં એકલા હોય અને તેમને કેન્સર વિશેના નકારાત્મક વિચાર ન આવે તે માટે થઈને તેઓ તેમના પત્ની સોનલબેનને સાથે ફૂડની ડીલેવરી કરવાની હોય ત્યારે તેમને સાથે રાખે છે. જેના લીધે સોનલબેનને કેન્સર સામે લડવાની હિંમત મળે છે. 


ગુજરાતમાં અહી છે 800 વર્ષ જુનું વાઘેશ્વરી મંદિર, બલી રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ


ઉપરાંત કેતનભાઇ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે તેઓની પરિસ્થિતિ ખૂબ જ સાધારણ છે ઘરમાં અનાજ કરિયાણું ભરાવા માટે પણ ખૂબ જ જહેમત ઉઠાવી પડે છે. મોટાભાગની જે બચત હતી તે કેન્સરની સારવારમાં વપરાય ચૂકી છે પરંતુ બંને દંપતિ વચ્ચે પ્રેમમાં ક્યાંય પણ એક પણ પ્રકારની કચાસ રાખવામાં આવતી નથી. કેતનભાઇ સંપૂર્ણપણે સોનલબેનનું ધ્યાન રાખી રહ્યા છે અને તેમને કેન્સર સામે લડવાની ખંભે થી ખંભો મિલાવી હિંમત આપી રહ્યા છે.


માઈક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરો આ ખોરાક, નહીં તો ભોગવવું પડી શકે ગંભીર પરિણામ