હિમાંશુ ભટ્ટ /મોરબી:  જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન થયું હતુ જેથી કરીને જીલ્લામાંથી એક લાખ કરતા પણ વધુ ખેડૂતો દ્વારા સરકારે જાહેર કરેલ સહાય પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જો કે, મોરબી જીલ્લામાં જે ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી, તેમાંથી ૨૪ હાજર જેટલા ખેડૂતોને સરકારી સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. બાકીના ખેડૂતોને પણ આગામી ૧૦મી જાન્યુઆરી સુધીમાં રૂપિયા ચૂકવી દેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતનાં 3 શહેરોનો સમાવેશ, જાણો અમદાવાદનો ક્રમાંક


મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં ગત ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ અને પછી કમોસમી વરસાદ પડવાથી ખેતીમાં નુકશાની થઇ હતી. જેથી કરીને પાકા વિમાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. જો કે હજુ સુધી પાક વીમો તો આપવામાં આવ્યો નથી, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો માટે હેક્ટર દીઠ ૬૮૦૦ ની સહાય જાહેર કરવામાં આવી હતી. જેનો લાભ લેવા માટે મોરબી જીલ્લામાંથી છેલ્લા દિવસે સાંજ સુધીમાં ૧.૦૨ લાખ કરતા પણ વધુ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જીલ્લામાં જેટલા ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી છે, તેમાંથી હવે સહાયની રકમ પણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી કુદરતની થાપટો ખાઈને નિરાધાર બની ગયેલા ખેડૂતોને હાલમાં થોડી રાહત મળી છે. 


કચ્છ : કંડલા પોર્ટની આગ 29 કલાક પછી પણ બેકાબુ, પોર્ટટ્રસ્ટ અને કંપની સામે ઉઠી રહ્યા છે સવાલ


ખરીફ ઋતુમાં વાવાઝોડુ, કમોસમી વરસાદના કારણે મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને પાકમાં નુકશાન થયું હતું. જેથી કરીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય પેકેજનો લાભ લેવા માટે મોરબી જીલ્લાના ખેડૂતો માંથી ૧.૦૨ લાખ કરતા વધુ ખેડૂતોએ અરજી કરી છે અને આજે રાતના બાર વાગ્યા સુધી કોઇપણ ખેડૂત સહાય માટે અરજી કરી શકે છે. અત્યાર સુધીમાં મોરબી જીલ્લાના ૨૪ હાજર જેટલા ખેડૂતોને સરકારી સહાયની રકમ આપી દેવામાં આવી છે. વધુ ૩૧ હાજર જેટલા ખેડૂતોની અરજીને મંજુર કરવામાં આવી છે, માટે તેને રકમ ચુકવવાની કામગીરી ચાલી રહી છે. બાકીના તમામ ખેડૂતોને આગામી ૧૦ મી જાન્યુઆરી સુધીમાં સહાયની રકમ ચૂકવી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. 


સુરતમાં લગ્નની લાલચ આપી ડુમ્મસની ઝાડીમાં વારંવાર કર્યું અનૈતિક કૃત્ય અને પછી...


સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે “કૃષી સહાય પેકેજ” જાહેર કરવામાં આવ્યું છે તેનો લાભ લેવા માટે મોરબી જીલ્લાના ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી. જેનો હાલમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને તેના નુકશાનની સામે સરકારના નીતિનિયમ પ્રમણે વળતર ચુકવવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને થોડી રાહત મળી ગયેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube