ઝી બ્યુરો/છોટાઉદેપુર: નકલી કચેરી કૌભાંડ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. નકલી અધિકારીઓએ નકલી કચેરી તો ખોલી અને હવે તો નકલી કામો પણ સામે આવી રહ્યા છે. આરોપીઓ દ્વારા નકલી કચેરી ખોલી સરકારને રૂપિયા 4.15 કરોડ ઉપાડીને સરકારને ચૂનો ચોપડ્યો છે ત્યારે હવે તો નકલી અધિકારીઓએ નકલી કામો પણ કાર્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો
ઝી 24 કલાકની ટીમને મળેલી માહિતી પ્રમાણે સિંગલ ગામે નકલી અધિકારી દ્વારા ડુંગરવાળી કોતર પર ચેક ડેમ બનાવ્યા હોવાની માહિતીને લઈને સિંગલા ગામે મુલાકાત લીધી ત્યારે સિંગલ ગામના સરપંચને પૂછતાં સરપંચે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં કોય ચેક ડેમ જ બનાવમાં આવ્યો નથી. ડુંગર વાડી કોતર પર ઝી 24 કલાકની ટીમે મુલાકાત કરતા સ્થળ પર કોય પણ જાતનું બાંધકામ જ નથી થયું ત્યારે કહેવાય છે કે આરોપીઓ દ્વારા નકલી કચેરી ઉભી કરી નકલી અધિકારીઓ બન્યા અને નકલી કામો કરીને સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો છે. 



છોટાઉદેપુરની SITની ટીમ દ્વારા તપાસ
મહત્વ વાત એ છે કે હાલ છોટાઉદેપુરની SITની ટીમ દ્વારા આરોપીઓએ કરેલ કામોની તપાસ કરી રહ્યા છે ત્યારે નકલી અધિકારી ન બનેલો સંદીપ રાજપૂતને લઈને પોલીસ સિંગલા ગામે પહોંચી હતી. સિંગલા ગામે આરોપી સંદીપ રાજપૂત દ્વારા 5 લાખના ખર્ચે મીની ટાંકી બનાવવી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ ઘટના સ્થળે લઈને આવતા ત્યાં મીની ટાંકી નહીં પરંતુ મોટી ટાંકી જોવા મળી હતી.


શું આ મોટી ટાંકી 5 લાખમાં બને ખરી? શુ આરોપીઓએ આ ટાંકી ખરેખર બનાવી છે? આવા અનેક સવાલ ઉભા થાય છે પરંતુ તમામ હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.