અમદાવાદ : નગરજનો નવાવર્ષનો પ્રારંભ ધાર્મિક સ્થળેથી શરૂ થાય તેવું ઇચ્છતા હોય છે. અમદાવાદનાં પ્રખ્યાત મંદિરોમાં નવ વર્ષ પ્રસંગે ખુબ જ ભીડ રહે છે. ખાસ કરીને શહેરનાં નગરદેવી ગણાતા ભદ્રકાળી મંદિર લાલદરવાજા પર ભીડ જોવા મળે છે. તો બીજી તરફ કેમ્પ હનુમાન મંદિર અને ગાયત્રી મંદિર ખાતે પણ હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો. આ ઉપરાંત મંદિરમાં પણ ખુબ જ ભીડ જોવા મળી હતી. 


વડોદરામાં વિશ્વનો સૌથી મોટો અન્નકુટ મહોત્સવ, ભાવિ ભક્તો માટે મુકાયો ખુલ્લો
દ્વારકાના ગોમતી ઘાટ પર ભયજનક મોજા ઉછળ્યા, સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા
વસ્ત્રાપુરમાં ફુલના ગરબાનું આયોજન
વસ્ત્રાપુર વેરાઇ માતા યુવક મંડળ દ્વારા હજારો વર્ષોથી ચાલતા ફુલના ગરબાના વેરાઇ માતાના મંદિરે ગરબાની અનોખી પરંપરા જળવાઇ રહી છે. વેરાઇ માતાની માંડવીને કાગળનાં ફુલોથી સજાવવામાં આવે છે. માંડવીની ટોચ પર ત્રાંબામાંથી બનેલો સુંદર મોર પણ મુકવામાં આવે છે. ત્યાર બાદ આ માંડવીને માથા પર મુકીને ગરબા ગાવામાં આવે છે. વારાફરતી બધી જ મહિલાઓ એક પછી એક ગરબો માથે મુકીને ગરબા ગાય છે. આ અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે.