IPL Final: આઈપીએલ ફાઈનલ પર સંકટના વાદળો, આગામી ત્રણ કલાક અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી
IPL Final: અમદાવાદમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વરસાદ આવશે તો આઈપીએલ ફાઈનલમાં વિઘ્ન પડી શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ જામી ગયો છે. રાજ્યમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો. હવે આજે પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે અમદાવાદ સહિત કેટલાક જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં પવન સાથે વરસાદ પડી શકે છે. જો વરસાદ પડશે તો આઈપીએલ ફાઈનલમાં ફરી વિઘ્ન આવશે.
આઈપીએલ ફાઇનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ દરમિયાન 41થી 61 કીમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. એટલે કે અમદાવાદમાં આઈપીએલ ફાઈનલ શરૂ થઈ ગઈ છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગની પસંદગી કરી છે. જો વરસાદ પડશે તો ક્રિકેટ ફેન્સના દિલ તૂટી જશે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન વિભાગ પ્રમાણે આગામી બે કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube