અમદાવાદમાં કોરોના વચ્ચે આ બીમારીનો વધ્યો ખતરો, એક અઠવાડિયામાં કેસમાં વધારો
10 માસનું બાળક હાઈફ્લો ઓક્સિજન પર સારવાર હેઠળ છે તો 10 વર્ષના બાળકની સ્થિતિ સ્ટેબલ જોવા મળી રહી છે. જુલાઈ મહિનામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 3 સ્વાઈન ફ્લુના પોઝિટિવ કેસ આવ્યા હતા
અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદમાં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 5 પોઝિટિવ કેસ આવ્યા છે. બે સ્વાઈન ફ્લૂના દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બે સ્વાઈન ફ્લુના કેસમાં એક 10 માસનું બાળક અને અન્ય એક 10 વર્ષનું બાળક સારવાર હેઠળ છે.
10 માસનું બાળક હાઈફ્લો ઓક્સિજન પર સારવાર હેઠળ છે તો 10 વર્ષના બાળકની સ્થિતિ સ્ટેબલ જોવા મળી રહી છે. જુલાઈ મહિનામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 3 સ્વાઈન ફ્લુના પોઝિટિવ કેસ આવ્યા હતા, જે ઓગસ્ટ મહિનાનાં માત્ર એક અઠવાડિયામાં વધીને 5 પર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્વાઇન ફ્લુના લક્ષણોમાં ગળું પકડાય, તાવ આવે, ખાંસી આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, બાળકોમાં ઝાડા થવાની સમસ્યા જોવા મળે છે.
ગાંધીનગર સચિવાલ પહોચ્યાં ખેડૂતો, બાકી વળતરના પૈસા ન મળતા કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા
સ્વાઇન ફ્લૂ છે કે નહીં એના માટે અલગથી ટેસ્ટ કરવામાં આવે છે, જેની ગાઇડલાઈન પણ જાહેર કરાઈ છે. સગર્ભા સ્ત્રીઓ, સિનિયર સિટીઝન તેમજ હાર્ટ, કિડની, ફેફસાની સમસ્યા હોય એમણે સ્વાઇન ફ્લૂથી વિશેષ ચેતવું જોઈએ. સમયાંતરે સ્વાઇન ફ્લૂથી રક્ષણ મેળવવા માટે વેક્સિન ઉપલબ્ધ છે, ડોક્ટરની સલાહ લઈને વેક્સિન લેવી જોઈએ.
અમદાવાદની ફિટનેસ ટ્રેનરના મનમાં એવું તો શું હતું કે સાતમાં માળેથી કૂદી ગઈ, આપઘાત પાછળનું આ છે કારણ
દમ, લીવર, કિડની, હાર્ટની સમસ્યા હોય એ પણ આ વેક્સિન લઈ સુરક્ષિત થઈ શકે છે. ઈનફ્લુએન્ઝા વાયરસની વેક્સિન દર વર્ષે લેવી પડે છે, અને રક્ષણ મેળવી શકાય છે. તો બીજી તરફ અમદાવાદ સોલા સિવિલમાં કોવીડનાં માત્ર 3 દર્દીઓ સારવાર હેઠળ, જેમાંથી એક દર્દીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube