વાહબ બેલીમ/ સુરતઃ 8મી નવેમ્બર 2017ના રોજ ચલણમાંથી રદ્દ થયેલી 500 અને 1000ના દરની જૂની નોટોની અદલાબદલીનો ખેલ હજુ ચાલી રહ્યો હોય તેવું સામે આવ્યું છે. સુરતના વેસુ વીઆઈપી રોડ પર જૂની નોટ બદલવા આવેલી એક કારમાંથી પોલીસે 3 કરોડ 37 લાખની જૂની ચાલણી નોટો સાથે 3 જણાને ઝડપી લીધા હતાં. અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો: સુરતમાં 3.37 કરોડની જુની નોટો સાથે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા


સુરતના વીઆઇપી રોડ પરથી પસાર થતી ઇન્ડિકા કાર (જીજે 5 સીજી 0531)માં નોટો બદલવા માટે આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ખટોદર પોલીસે વોચ ગોઠવી ઓપરેશનને સફળ બનાવ્યું હતું. ખટોદરા પોલીસે આ ઓપરેશનમાં કારમાંથી 1000 ના દરની અને 500 ના દરની નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત જે તે વખતે ચલણ પ્રમાણે 3 કરોડ 37 લાખની હતી. પોલીસે જૂની ચલણી નોટના જથ્થા સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યાં હતાં. જૂની નોટો સાથે ઝડપાયેલા ત્રણેયની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ આ જૂની ચલણી નોટ કોને આપવાના હતાં અને બદલમાં કેટલા રૂપિયા લેવાના હતા તે સહિતની બાબતોની તપાસ પોલીસે શરૂ કરી છે.


પોલીસે કારની તપાસ કરતાં જૂની 500ના દરની કુલ નોટ 24 હજાર જેની કિંમત 1 કરોડ 20 લાખ થાય છે. તથા રૂપિયા 1000ના દરની કુલ નોટ 21 હજાર 600 જે કુલ 2 કરોડ 16 લાખની થાય છે. તેમજ મોબાઈલ ફોન નંગ 3, ટાટા ઈન્ડિકા કાર સહિતનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. રદ્દ થયેલી ચલણી નોટ સાથે (1) ગંગાસિંગ ખીમસિંગ રાજપૂત (ઉ.વ.33) રહે આશાપુરી ગોપાલાનગર બારડોલી, (2) શેખ લતીફ શેખ રફિક (ઉ.વ.30) રહે આશિયાના નગર ગાંધી રોડ બારડોલી અને (3) મોહમ્મદ જાવેદ મોહમ્મદ અલી શેખ (ઉ.વ.30) ઉમરવાડા ટેનામેનટ સલાબતપુરા સુરતને ઝડપી લઈ ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.