અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ સમયે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી સમયે ભાજપના ત્રણ મોટા નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. સીએમ રૂપાણી, ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રચાર માટે ગઇકાલે વડોદરા (Vadodara) નિઝામપુરા બેઠક ખાતે જાહેર સભા સંબોધતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) તબિયત લથડતા તેઓને તાત્કાલીક ધોરણે વડોદરાથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં (UN Mehta Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારે સીએમ રૂપાણીના ECG, 2D Echo, બ્લડના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.


આ પણ વાંચો:- સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હાલ સારવાર હેઠળ


આ સાથે જ તેમનો RT-PCR ટેસ્ટના રાત્રે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે કોરોનાનો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. જો કે, તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને કોરોનાના રિપોર્ટ HRCT THORAX, IL-6, D-DIMER અને ઓક્સિજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેમની પરિસ્થિતિ STABLE છે.


આ પણ વાંચો:- સીએમ રૂપાણી હાલ 24 કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ, આજના તમામ કાર્યક્રમો કરાયા રદ


ત્યારે બીજી તરફ ભાજપ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિનોદ ચાવડા હાલ યુએન મહેતામાં સારવાર માટે દાખલ છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વિનોદ ચાવડા હાજર હતા અને બેઠક પૂર્ણ થયા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube