નિલેશ જોશી/વાપી: વાપીના છેવાડે આવેલા રમઝાન વાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના જુડવા ભાઈ બહેનનો સમાવેશ થાય છે. ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ગમગીરીનો માહોલ છવાયો છે. બનાવની વિગત મુજબ વાપીના છેવાડે આવેલા છરવાડા ના રમઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પલેક્ષ માં રહેતા ત્રણ બાળકો બપોર થી ગુમ હતા. આથી પરિવારજનોએ તેમની શોધખોળ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ સાંજ સુધી બાળકો મળી આવ્યા ન હતા..આખરે રાત્રે રમજાનવાડી વિસ્તારમાં નજીક વરસાદી પાણી ભરેલા એક ખાડામાથી ત્રણેય બાળકો ના મૃતદેહ ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા. આમ એક સાથે જ ત્રણ માસુમ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ મળતી.મૃતકો માં 7 વર્ષીય હર્ષ તિવારી અને 7 વર્ષીય રિધ્ધિ તિવારી નો સમાવેશ થાય છે. હર્ષ અને રિધ્ધિ બંને જુડવા ભાઈ બહેન હતા. અને 9 વર્ષીય આરુષિ સોલંકી તેમની પડોશમાં રહેતી હતી. 


ત્રણ ત્રણ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જેમાં તિવારી પરિવારના મૃતક જુડવા હર્ષ અને રિદ્ધિ ચાર ભાઈ બહેન હતા. જેમાં ત્રણ બહેનો વચ્ચે એકજ ભાઈ હતો. મૃતક બંને પરિવારમાં સૌથી નાના હતા.અને બંને એક સાથે રોજ રમવા જતા હતા..બનાવ નાં દિવસે પણ અન્ય બાળકો સાથે તેઓ બિલ્ડિંગ ની નીચે પાર્કિંગ માં રમી રહ્યા હતા.


દરમિયાન બાળકો રમતા રમતા બિલ્ડીંગની નજીક આવેલા વરસાદી પાણી ભરેલા એક ખાડા નજીક પહોંચ્યા હતા. ખાડામાં વરસાદી પાણી ભરેલું હતું..જેમાં આ બાળકો ડૂબી ગયા હતા. એક જ બિલ્ડીંગના ત્રણ-ત્રણ બાળકોના મોતને કારણે મૃતક બાળકોના પરિવારમાંના આક્રાંદથી પથ્થર દિલનું પણ કાળજું કંપાવે તેવો પરિવાર માં માહોલ સર્જાયું હતું.. પોતાના વહાલસોયા માસૂમ બાળકો ને ખોનાર પરિવારના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. 


મૃતક રિદ્ધિ અને હર્ષની માતાના જણાવવા પ્રમાણે બાળકો નીચે રમતા હતા ત્યારે એક કૂતરાને બિસ્કીટ ખવડાવવાની જીદ કરી તેઓ માતા ને દુકાન લઈ જઈ અને ઉધારમાં બિસ્કીટનું પેકેટ લીધું હતું અને ત્યારબાદ રમતા રમતા તેઓ ખાડા સુધી પહોંચ્યા હતા અને ઘટના બની હતી.


જોકે બાળકો આ ખાડામાં નહાવા પડ્યા હતા કે અકસ્માતે પડી જવાથી આ ઘટના બની છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ભોગ બનેલ બાળકોના પરિવારના કહેવા મુજબ એક બાળકને ઘટનાની જાણ હતી પરંતુ ડરના હિસાબે તેણે કોઈને કીધું ન હતું. આ ચકચારીત ઘટના અંગે હવે ડુંગરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.