નિલેશ જોશી/તાપી :વ્યારાના કસવાવ ગામે આંગણવાડીમાં સંજીવની દૂધ પીધા બાદ 3 બાળકોની તબિયત લથડવાનો કિસ્સો સામે આવ્યો છે. દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પીધા બાદ 3 બાળકોને ઝાડા ઉલટી થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. બાળકોને વ્યારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી જિલ્લામાં આઇસીડીએસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ પીધા બાદ 3 બાળકોની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડાયા છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામની આંગણવાડીમાં ત્રણને દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવામાં આવ્યું હતું. જે પીધા બાદ ત્રણ બાળકોને ફૂડ પોઇઝન થઈ જતા તબિયત લથડી ગઈ હતી. જેને લઈ પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી. તાત્કાલિક ત્રણેયને સારવાર હેઠળ વ્યારાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં પુરવ ગામીત, યમ્સ ગામીત અને વિવાન ગામીત નામના બાળકને ઝાડા ઉલટી થઈ જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : 17 વર્ષની તરૂણી 14 વર્ષના કિશોરને ભગાવી ગઈ, આવીને કહ્યું, ‘અમે સંબંધ બાંધ્યા છે!!!’


ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતાં બાળૅકોને સિકલ સેલ તેમજ કુપોષણની બિમારીથી પીડાતા બાળકોને રોગમાંથી મુક્તિ મળે અને પુરતુ પોષણ મળે તેવા હેતુથી ગુજરાતમાં આનંદીબેનની સરકારમાં સંજીવની દુધ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને શરૂ કરવાનો હેતુ કુપોષણનો દર ઘટાડવાનો હતો. જોકે, ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં રજૂ થયેલા કેગના ઓડિટ રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો કે, આ યોજના નિષ્ફળ નીવડી હતી. દુધ સંજીવની યોજના વર્ષ 2014-15 શરૂ કરાઇ હતી પણ શાળામાં દુધ ઠંડુ રહે તેવી વ્યવસ્થાના અભાવે યોજના નિષ્ફળ ગઈ હતી.