બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં મોગરી ગામમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો પ્રસરતા તેમજ કોલેરાનાં 3 પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગની જુદી જુદી 12 જેટલી ટીમો દ્વારા ગામમાં સર્વે કરી તેમજ કલોરીન ટેબલેટનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્પ આકારે સફેદ રંગની વીજળી થયા બાદ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલની આગાહી


મોગરી ગામમાં ઠેરઠેર કચરાનાં ઢગ,ગંદકી તેમજ પીવાનાં પાણીની લાઈનોમાં લીકેજ હોવાનાં કારણે પીવાનાં પાણીનાં નળમાં દુષિત પાણી આવતું હોય અને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય રીતે કલોરીનેશન કરવામાં નહી આવતા દુષિત પાણી પીવાનાં કારણે ગામમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો ફેલાતા આ અંગે ગામનાં સ્થાનિક રહીસો દ્વારા ગ્રામ પંચાયતનાં તલાટીને પાણીની પાઈપ લાઈનનાં લિકેજ બંધ કરવા રજુઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા લિકેજ બંધ કરવા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા ગામમાં ઝાડા ઉલ્ટીનાં રોગચાળાએ માથુ ઉંચકયું હતું અને કોલેરાનાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. 


7 જુલાઈએ ગ્રહોની મહાયુતિથી બનશે શક્તિશાળી યોગ, ઘરમાં ધનના ઢગલા કરાવશે, સફળતા મળશે


મોગરી ગામમાં ત્રણ કોલેરા પોઝીટીવ અને 24 થી વધુ ઝાડા ઉલ્ટીનાં કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા 12 જેટલી ટીમો ઉતારી દેવામાં આવી હતી અને ધરે ધરે ફરીને સર્વે કરી તેમજ ઝાડા ઉલ્ટીનાં દર્દીઓને દવાઓ તેમજ પાણીનાં કલોરીનીકેશન માટે કલોરીનની ટેબલેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જયારે આજે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિપક પરમાર અને એપેડમીક ઓફીસર ડૉ,રાજેશ પટેલની ટીમો મોગરી ગામમાં દોડી ગઈ હતી અને ધરે ધરે ફરીને પાણીનું કલોરીનીકેશન ચેક કરવામાં આવ્યું હતું. તેમજ ગામમાં પીવાનાં પાણીની પાઈપ લાઈનો ચેક કરતા 11 જેટલા લીકેજીસ મળી આવ્યા હતા જેમાંથી 4 તાત્કાલિક લીકેજ રીપેર કરાયા હતા ત્યારે અન્ય 7 જેટલા લીકેજ આજે સમારકામ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


ગોવા કરતા મોંઘો લાગે છે ગિફ્ટ સિટીનો દારૂ, અહીં પીવામાં કોઈને રસ ન પડ્યો


મોગરી ગામમાં પીવાનાં પાણીનાં 100થી વધુ કલોરીન ટેસ્ટ કરવામાં આવતા જેમાંથી 25 ટેસ્ટ પોઝીટીવ તેમજ 75 ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા તેમજ પાણીનાં ત્રણ સેમ્પલ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જો કે મોગરી ગામમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો ગ્રામ પંચાયતની બેદરકારીથી ફેલાયો હોવાનો આક્રોસ ગ્રામજનો વ્યકત કરી રહ્યા છે. 


આ દેશોમાં બસ જલસા જ જલસા! 1 રૂપિયો પણ ઈન્કમ ટેક્સ ભરવો પડતો નથી, પૂરેપૂરી આવક હાથમાં


ગામમાં ઠેર ઠેર કાદવ કચરાનાં ઢગલા છે,ગટરો ઉભરાઈ રહી છે,અને પીવાનાં પાણીનાં નળમાં દુષિત પાણી આવતું હોવા અંગે ગ્રામ પંચાયતનાં તલાટી સમક્ષ અનેક રજુઆતો કરવા છતાં તલાટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા ગ્રામપંચાયતનાં પાપે ગામમાં રોગચાળો ફેલાતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોસ જોવા મળ્યો હતો.