રાજકોટઃ શહેરમાં એક મોટા ગજાના બુકીએ આત્મહત્યા કરી લીધી છે. વધારે પડતું દેવું થઈ જતા બુકીએ પોતાનો જીવ આપી દીધું છે. જાણવા મળી રહ્યું છે કે, તાજેતરમાં એક મેચ દરમિયાન ગ્રાહક ત્રણ કરોડ જીતી જતા નામાંકિત બુકીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બુકીને ગ્રાહકો ધમકી આપતા હોવાથી આ અંતિ પગલું ભરી લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના જામનગર રોડ પર આવેલા કોપર સિટીમાં રહેતા કમલભાઈ ઉર્ફે કાળુ જૈસવાલ નામનો બુકી મેચમાં કરોડો રૂપિયા હારી ગયો હતો. ત્યારબાદ ગ્રાહકો દ્વારા પૈસા બાબતે તેની ધમકી આપવામાં આવતી હતી. અંતે બુકીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યો છે. આ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.