ભાજપની સત્તા છતાં આ શહેરમાં કોર્પોરેટરોનું કામ નથી થતું, ધરી દીધા રાજીનામા
ભાવનગરના પાલિતાણા પાલિકાના ભાજપની સત્તા ડામાડોળ થતી દેખાઈ રહી છે. કારણ કે, એકસાથે 3 કોર્પોરેટરના રાજીનામા પડ્યા છે. વોર્ડ નંબર-1માં કામ ન થતા હોવાથી કોર્પોરેટર પોતાના જ પક્ષથી નારાજ થયા છે, અને પક્ષને રાજીનામુ ધર્યુ છે. અજયભાઈ જોષી, રોશનબેન અબડા, કિરણબેન કુકડેજા કોર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. તો બીજી તરફ, ત્રણેય કોર્પોરેટરને મનાવવા માટે ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે.
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના પાલિતાણા પાલિકાના ભાજપની સત્તા ડામાડોળ થતી દેખાઈ રહી છે. કારણ કે, એકસાથે 3 કોર્પોરેટરના રાજીનામા પડ્યા છે. વોર્ડ નંબર-1માં કામ ન થતા હોવાથી કોર્પોરેટર પોતાના જ પક્ષથી નારાજ થયા છે, અને પક્ષને રાજીનામુ ધર્યુ છે. અજયભાઈ જોષી, રોશનબેન અબડા, કિરણબેન કુકડેજા કોર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. તો બીજી તરફ, ત્રણેય કોર્પોરેટરને મનાવવા માટે ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે.
મહત્વનું છે કે, પાલિતાણા પાલિકામાં ભાજપની સત્તા છે.. ભાજપની સત્તા હોવા છતા કામગીરી ન થતા કોર્પોરેટરમાં રોષ જોવા મળ્યો. જો કામ ન થાય તો પ્રજા પાસે શું મોઢું લઈને જાય, અને પ્રજાના વિરોધનો સામનો કરવો પડે. ત્યારે પાલિકા કોર્પોરેટર અજયભાઈ જોષી, રોશનબેન અબડા, કિરણબેન કુકડેજાએ રાજીનામું આપ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત શરમમાં મૂકાયું... જામનગરના રસ્તા પર યુવતીનો દારૂ પીને તમાશો, ગાળો પણ બોલી
પાલિતાણા નગરપાલિકામાં ભાજપના 3 નગરસેવકે રાજીનામા આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપતા દોડધામ મચી છે. વોર્ડમાં કામ ના થતા હોવાની નારાજગી તેમજ અંદોરો અંદરનુ રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા છે. આ ત્રણેય નગરસેવકો એક જ વોર્ડના છે, તેથી કામ બાબતની પણ નારાજગી હોવાનુ ચર્ચાય રહ્યું છે. હાલ ત્રણેય નગરસેવકોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.