રાજકોટમાં ત્રણ દિવસ માટે રાજ્યાભિષેકની ધમાલ, આવતીકાલે અને ગુરુવારે પણ ભવ્ય આયોજન
રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓને 21મી સદીમાં માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. આજથી રાજ્યાભિષેકના ત્રણ દિવસના ભવ્ય સમારોહનો રંગેચંગે પ્રારંભ થયો છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ : રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓને 21મી સદીમાં માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. આજથી રાજ્યાભિષેકના ત્રણ દિવસના ભવ્ય સમારોહનો રંગેચંગે પ્રારંભ થયો છે. આજે સવારે રાજસૂય યજ્ઞ અને રાજપૂતાણીઓના તલવાર રાસ પછી સાંજે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રા નીકળી હતી.
તેમની આ નગરયાત્રામાં 36 જેટલી વિન્ટેજ કારમાં રસાલો નીકળ્યો હતો અને દેશભરના 70 રાજવી પરિવારો રાજ્યાભિષેકના સાક્ષી બન્યા હતા. આ નગરયાત્રા દ્વારા માંધાતાસિંહજીનો પરિવાર આશાપુરા માતાના દર્શન કરવા ગયા હતા. સામાન્ય રીતે રાજગાદી સંભાળતા પહેલા રાજાએ પોતાનાં રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે, જે પરંપરા આજે રાજકોટમાં જોવા મળી રહી છે. રાજ્યાભિષેક વિધિમાં 100 જેટલા મુળિયા અને ઔષધીનો ઉપયોગ અને 31 તીર્થજળનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ રાજતિલક વિધી કરીને ગાદી ગ્રહણ કરશે. રાજ્યાભિષેક માટે વસંત પંચમીનો શુભ દિવસ પસંદ કરવામાં આવ્યો છે.
29 જાન્યુઆરીનો કાર્યક્રમ
સવારે 8.30થી ૧ : પૂજન વિધિ, સંધ્યા પૂજન, સૂર્યદેવને અર્ધ્ય, ચારેય વેદો માંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર અને અન્ય વિધિ
બપોરે ૩થી 6:૩૦ : જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટિ હોમ. 51 બ્રાહ્મણો દ્વારા તીર્થોથી આવેલા જળનો અભિષેક, સાયં પૂજન (સ્થળ: ગ્રાઉન્ડ નં.૧ , રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, રાજકોટ)
સાંજે 6:૩૦થી 9:૩૦ : જ્યોતિપર્વ અંતર્ગત રાજકોટના 300થી વધુ સર્વ સમાજના લોકો આશરે 7 હજાર દીપ પ્રગટાવશે. દીપ દ્વારા રાજકોટ રાજ્યનું રાજ ચિન્હ બનાવશે. (સ્થળઃ રણજિત વિલાસ પેલેસ, ગ્રાઉન્ડ નં.3)
30 જાન્યુઆરીનો કાર્યક્રમ
સવારે 10:15થી 2 : રાજતિલક અને રાજ્યાભિષેક (સ્થળ: ગ્રાઉન્ડ નં.ર , રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, રાજકોટ)
સાંસ્કૃતિક કાર્યક્રમ : કવિશ્રી અંકિત ત્રિવેદી અને સંગાથી કલાકારો.
રાત્રે 9થી 1 : ભાતીગળ લોકડાયરોમાં લોક સાહિત્યકારો પદ્મશ્રી ભીખુદાન ગઢવી, શ્રી બ્રિજરાજદાન ઇશરદાન ગઢવી અને સાથીઓ (સ્થળઃ રણજિત વિલાસ પેલેસ, ગ્રાઉન્ડ નં.3 પેલેસ રોડ,રાજકોટ)