હિમાંશુ ભટ્ટ, મોરબી: માળીયાના હરિપર ગામ પાસે એક ગોઝારો અકસ્માત થયો છે. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ મોરબી માળીયાના હરીપર ગામ પાસે છોટાહાથી નામનું વાહન પલટી  ખાઈ ગયું હતું. છોટાહાથી પલટી ખાઈ જતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં, જ્યારે આઠથી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં.


અકસ્માતના કારણમાં એવું જાણવા મળી રહ્યું છે કે વાહનનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો. છોટાહાથીમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યાં હતાં. અકસ્માત ગ્રસ્ત વાહન કચ્છથી ધાંગધ્રા જઈ રહ્યું હતું એમ પોલીસે જણાવ્યું.