Kutch News કચ્છ : હાલ વેકેશનનો સમય છે. ગુજરાતના મોટાભાગના ફરવાલાયક સ્થળો પ્રવાસીઓની ભીડથી ભરાયા છે. ખાસ કરીને દરિયામાં મોજ કરવા માટે અનેક લોકો નીકળી પડે છે. વેકેશન પડે એટલે ગુજરાતના 1600 કિલોમીટર દરિયામાં અનેક એવા બીચ આવેલા છે, જે સહેલાણીઓ માટે હોટફેવરિટ છે. તેમાંનો એક છે કચ્છનો માંડવી બીચ. દરિયામાં ન્હાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તમારી સાથે પણ આ દુર્ઘટના બની શકે છે. માંડવીના રમણીય દરિયાકિનારે ન્હાવાની મજા લઈ રહેલા ત્રણ લોકો ડૂબ્યા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે. તો બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુન્દ્રાથી માંડવી ફરવા આવેલો 18 વર્ષીય હિતેશ બારોટ નામનો યુવક દરિયામાં નહાતી વખતે મોટી લહેરમાં તણાઈ ગયો હતો. કચ્છ પોલીસે બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. 


પ્રદીપના પિતા શાકભાજી વેચે છે, પ્રિન્સ દિવ્યાંગ છે... મહેનતથી પાસ થઈને ટોપર્સ બન્યા


માંડવીના રમણીય દરિયા કિનારે હાલ વેકેશનની મોજ માણવા સહેલાણીઓની વિશેષ ભીડ જોવા મળી રહી છે. જેમા આજે મુન્દ્રાથી એક પરિવાર માંડવીના બીચ પર ફરવા ગયો હતો. મુન્દ્રાનો બારોટ પરિવાર બીચ ખાતે ફરવા આવ્યો હતો. ત્યારે પરિવારના બહેન, બનેવી, અને 18 વર્ષીય હિતેશ કારું બારોટ નામનો નવયુવાન દરિયામાં નહાતી વખતે તણાયા હતા. જેમાં બહેન અને બનેવીને બચાવી લેવાયા હતા. પરંતું હિતેશ બારોટ દરિયાની મોટી લહેરમાં તણાઈ ગયો હતો. બહેન અને બનેવીને બોટ ચલાવતા ધંધાર્થીઓએ બચાવી લીધા હતા. પરંતુ હિતેશ બારોટ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. 


બોર્ડના ત્રીજા પેપરમાં પિતાના મોતના સમાચાર આવ્યા, દેવાંશીએ 88.35 PR સાથે ટોપ કર્યુ


બાદમાં હિતેશ પણ દરિયામાં મળી આવ્યો હતો. હિતેશને બચાવવા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતું વધુ પડતું પાણી પી જવાથી તેનુ મોત નિપજ્યું હતું. માંડવી પોલીસે હાલ પ્રાથમિક નોંધ કરી અકસ્માતની રૂહે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.