રાજકોટ : જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દુષ્કર્મની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં શહેરમાં બે અને જિલ્લામાં એક દુષ્કર્મની ઘટના બની છે. પહેલી ઘટનામાં શહેરના મવડી ગુરૂકુળ રોડ પર સ્વામિનારાયણ પાર્કમાં નિવૃત આર્મી જવાને પુત્રને રમાડવાના બહાને પાડોશમાં રહેતી મહિલા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત બીજી ઘટનામાં રાજકોટ નજીક રૈયા ગામે રહેતી 16 વર્ષની સગીરાને તેના જ વિસ્તારમાં રહેતા વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. ત્રીજી ઘટના જેતપુરમાં વેપારીએ ત્યક્તાને વીરપુરના ગેસ્ટહાઉસમાં બોલાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં વધતી  જતી ગુનાખોરીને પગલે આજે મવડી ગુરૂકુળ રોડ પર સ્વામિનારાયણ પાર્કમાં રહેતા નિવૃત આર્મી જવાને પુત્રને રમાડવાના બહાને ઘરમાં જઇને પાડોશીએ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. 


રાજકોટના રૈયા ગામે રહેતી 16 વર્ષની સગીરાને તેના જ વિસ્તારમાં રહેતા શખ્સે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યાર બાદ અપહરણ કરીને પોતાના મિત્રના ઘરે લઇ જઇને બળજબરી શારીરિક સંબંધ બનાવ્યો હતો. જેના પગલે તરૂણી તથા તેના પરિવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 


રાજકોટની અન્ય એક ઘટનામાં મહિલા પોતાની ભત્રીજી સાથે ઘરમાં રહેતી હતી. જેમાં નાની દિકરી 10 વર્ષની છે. નાની દીકરીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવેલું છે. જ્યાં તેને વી.પરમાર નામના એક વ્યક્તિ સાથે મિત્રતા હતી. આ અંગે તેને ખિજાતા તે કહ્યા વગર તેના મિત્રના ઘરે જતી રહી હતી. ત્યાર બાદ તેને લેવા ગયા ત્યારે તે તરૂણીએ પોતાના પર બળાત્કાર થયો હોવાનું જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube