અલકેશ રાવ/બનાસકાંઠા: ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવામાં ઇરાદેથી પિસ્તોલ લઈ નીકળેલ પાંચ ઇસમો ગુજરાતમાં પ્રવેશતાં બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટની પોલીસે 5 માંથી 3 આરોપીઓને 2 પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ જતા બંને આરોપીઓને શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના માથે છે સૌથી મોટું જોખમ! આ તારીખો નોંધી લેજો, આગામી ત્રણ કલાક સૌથી ભારે!


બનાસકાંઠાની સરહદી વિસ્તાર ધરાવતી અને રાજસ્થાનની અડીને આવેલ અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક કાર ઉપર શંકા જતા તેને રોકવેલ હતી. આ દરમિયાન કારમાં સવાર પાંચ માંથી બે ઇસમો પોલીસને જોઈ ભાગી જતાં પોલીસે અન્ય ત્રણને પકડી કારમાં તપાસ કરતા તેમાં દેશી બનાવટની બે પિસ્તોલ અને એકવીસ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા કારમાં બે પિસ્તોલ લઈ જતા પાંચ ઇસમો પૈકી ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે. 


Breaking: અમદાવાદનો આ ડબલ ડેકર ઓવરબ્રિજ બન્યો સુસાઈડ પોઈન્ટ, એક જ મહિનામાં ચોથી ઘટના


જ્યારે બે ઇસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલ ઇસમોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એક ઇસમ મુંબઈ નોકરી કરતો હોઈ ઘરે આવી અન્ય ચાર મિત્રોને લઈ પોતાના વતન ઉત્તરપ્રદેશથી મુંબઈ રહેતા શેઠના ઘરે સોના ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવાના ઇરાદે કારમાં બે દેસી તમંચા અને 21 કારતૂસ લઈ મુંબઈ જવા નીકળ્યા હતા. જોકે તે મુંબઈ જઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા. 


PM Modi ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે અ'વાદ ટેસ્ટ જોવા આવશે, ટીમ ઈન્ડિયાની થશે કસોટી


પોલીસે ઉત્તરપ્રદેશથી આવતા અમીરગઢ ચેકપોસ્ટ પરથી નસીરખાંન મુસલા(ઉત્તરપ્રદેશ) તેમજ બોરખાંન મુસલા અને , બ્રિજેશ યાદવની અટકાયત કરી છે. જ્યારે પુરાખાંન મુસલા અને રફીકત ખાન નામના 2 ઇસમો ફરાર થતાં. અમીરગઢ પોલીસે ગુનો નોધી પકડાયેલ બે દેશી તમંચા સહીત કુલ 4,19,500 નો મુદ્દામાલ કબજે લઈ ભાગી ગયેલ બે ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જેને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા 2 ટિમો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ મોકલવામાં આવી છે.