three new criminal laws : ભારત અંગ્રેજોની ચુંગલમાંથી આઝાદ થઈને 75 વર્ષ વીત્યા છતાં હજી પણ આપણે અંગ્રેજોના બનાવેલા કાયદાનું પાલન કરીએ છીએ. એટલે જ એવું કહેવાય છે કે, સાપ જતા રહ્યાં અને લીસોટા રહ્યાં છે. આવા અનેક લિસોટા ભારતીય પ્રણાલીમાં હતા, જેને હવે બદલવામા આવી રહ્યાં છે. દેશમાં બદલાવની શરૂઆત થઈ છે. દેશમાં આજથી નવા ફોજદારી કાયદાનો અમલ થયો છે. દેશમાં ત્રણ નવા કાયદાની આજથી અમલવારી થઈ છે. બ્રિટિશકાળના IPC, CRPC, એવિડન્સ એક્ટનો આખરે અંત આવ્યો છે. હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાનો અમલ થશે. ભારતીય સાક્ષ્ય સંહિતાનો અમલ શરૂ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં આજથી નવા ફોજદારી કાયદા લાગુ કરાયા છે.  IPC, CrPC અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. આજે સોમવાર, 1 જુલાઈથી, ભારતીય દંડ સંહિતા (IPC), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) ક્રિમિનલ પ્રોસિજર કોડ (CRPC) અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા (BNS) અમલમાં આવી છે. (BSA) એવિડન્સ એક્ટની જગ્યાએ નવા કાયદાના અમલીકરણ સાથે, ભારતની ન્યાય પ્રણાલી આઈપીસી હેઠળ અંગ્રેજો દ્વારા બનાવેલા સંસ્થાનવાદી કાયદાઓમાંથી મુક્ત થઈ છે.


આમ, આજથી ઠગાઈ-છેતરપિંડી બદલ કલમ 420 નહીં પણ 316 લાગશે. IPCમાં 511 કલમ હતી, ન્યાય સંહિતામાં 358 કલમો છે. સુધારા સાથે નવા 20 ગુનાનો ન્યાય સંહિતામાં સમાવેશ કરાયો છે. 


સ્વરૂપવાન CID કોન્સ્ટેબલ નીકળી દારૂની તસ્કર, ગુજરાત પોલીસના જવાનોને મારવાનો પ્રયાસ ક


કાયદામાં આજથી શું શુ ફેરફારો થયા 


  • સગીર પર દુષ્કર્મના દોષીતે આજીવન કેદ અથમા મૃત્યુદંડ

  • સામૂહિક દુષ્કર્મના કેસમાં 20 વર્ષ કે આજીવન કેદ

  • ઝીરો FIRને જેતે પોલીસ સ્ટેશનમાં 15 દિવસમાં મોકલાશે

  • ક્રોસ એક્ઝામિનેશન, સુનાવણીનું વીડિયો કોન્ફરન્સિંગ

  • ફરિયાદના ૯૦ દિવસમાં ચાર્જશીટ, કોર્ટ ૯૦ દિવસ લંબાવી શકશે

  • આરોપપત્ર મળ્યાના ૬૦ દિવસમાં કોર્ટ આરોપ ઘડવાનું કામ પૂર્ણ કરશે

  • સુનાવણી પૂર્ણ થયાના 30 દિવસમાં ચુકાદો આપવો પડશે

  • ચુકાદો આપ્યા બાદ 7 દિવસમાં કોપી ઓનલાઈન અપલોડ કરાશે

  • દરોડા પાડવા દરમિયાન વીડિયોગ્રાફી ફરજિયાત

  • 7 વર્ષ કે વધુની સજાના કેસમાં FSLની ટીમ ઘટનાસ્થળે જશે

  • જિલ્લા સ્તરે મોબાઇલ FSLની તૈનાતી કરાશે

  • સંગઠીત અપરાધો માટે અલગથી કડક સજાની જોગવાઇ

  • કોઈ લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડવું ગંભીર ગુનો

  • ચેઈન-મોબાઈલ સ્નેચિંગ માટે અલગ ગુનો

  • બાળકો વિરુદ્ધના ગુનામાં સજા 7 વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરાઇ

  • ફાંસીની સજાને આજીવન કેદમાં જ બદલી શકાશે

  • આજીવન કેદને 7 વર્ષ, 7 વર્ષને 3 વર્ષની કેદ સુધી જ બદલી શકાશે

  • અપરાધમાં જપ્ત વાહનોની વીડિયોગ્રાફી ફરજિયાત

  • મોબ લિન્ચિંગની ઘટનામાં મૃત્યુદંડ

  • કોઈની પણ ધરપકડ પર તેના પરિવારને કરવી પડશે જાણ

  • આરોપી 90 દિવસમાં હાજર ન થાય તો ગેરહાજરીમાં થશે ટ્રાયલ

  • માત્ર દોષિત જ દયાની અરજી કરી શકશે, કોઈ સંસ્થા નહીં


જુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલ


આજથી ત્રણ નવા કાયદાઓનો અમલ શરૂ કરાયો છે. ભારત ન્યાય સુરક્ષા અને સંહિતાનો ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં અમલ શરૂ કરાયો છે. વડોદરાના પોલીસ કમિશનરે રાત્રીના 12 વાગ્યે તેની અમલવારી શરૂ કરાવી. છેતરપિંડી, દુષ્કર્મ અને માનહાનિના કેસની કલમો બદલાઈ છે. 164 વર્ષ જૂનો આઇપીસીની કલમોનો કાયદો બદલાયો છે. રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે રાત્રે 12 વાગે પોલીસ કમિશનર સહિત સમગ્ર સ્ટાફે અમલવારી કરાવી હતી. 


વિદ્યાર્થીઓ નવા કાયદાનો અભ્યાસ ભણાવશે
ગુજરાતમાં LAW ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીએ અમલમાં આવેલા નવા ત્રણ કાયદા મુજબ સિલેબસ અપડેટ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં નવા કાયદાનો અભ્યાસ કરી શકશે. ભારતીય નાગરિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્સ્ય અધિનિયમના સુધારા મુજબ અભ્યાસક્રમ અપડેટ કરવામાં આવ્યો છે. બે અઢી મહિનાથી ગુજરાત યુનિવર્સિટી અને લેખકોએ આ પાછળ કામગીરી કરી રહ્યા હતા. નવા કાયદા મુજબ અભ્યાસક્રમ અપડેટ કરનારી ગુજરાત યુનિવર્સીટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. 


પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!